Home /News /national-international /1965 Ceasefire: ભારત અને પાકિસ્તાનનો યુદ્ધવિરામ અને તેની કહાની

1965 Ceasefire: ભારત અને પાકિસ્તાનનો યુદ્ધવિરામ અને તેની કહાની

ભારત પાકિસ્તાન સરહદ ફાઈલ તસવીર

1971નું ભારત-પાકનું યુદ્ધ (1971 Indo-Pak War) ભારતીય સેનાની મદદથી (Indian army) પૂર્વ પાકિસ્તાનને તોડીને (east pakistan) બનેલા નવા દેશ બાંગ્લાદેશમાં (bangladesh) સમાપ્ત થયું.

Indo Pak war: 1962ના ચીન-ભારત સંઘર્ષના (India and china Conflict) પરિણામોથી ઉત્સાહિત પાકિસ્તાને (Pakistan) 1965માં ભારત (India) સાથે લશ્કરી મુકાબલો કરીને કાશ્મીર સમસ્યાનો ઉકેલ (Kashmir problem solution) શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં ભારતનો વિજય (Victory of India) થયો હતો અને બંને દેશો વચ્ચે 23 સપ્ટેમ્બરે 1965 માં યુદ્ધવિરામનો (1965 Ceasefire) સાથે કરાર થયો હતો.

પાકિસ્તાની સેનાએ તે સમયે બખ્તર, તોપખાના અને હવાઈ શક્તિની દ્રષ્ટિએ ભારતીય સમકક્ષની સરસાઈ મેળવી હતી અને કાશ્મીર ખીણ પર તેમના કબ્જા પર ભાર મૂકવા માટે આ તકનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. સરહદોના કબ્જા પર 1965ની શરૂઆતમાં સંઘર્ષ શરૂ થયો અને વસ્તુઓ ધીમે ધીમે તીવ્ર બનવા લાગી. ઓગસ્ટમાં પાકિસ્તાને બળ દ્વારા કાશ્મીર પર હક જમાવવાનો પ્રયાસ કર્યા પછી દુશ્મનાવટ ઉગ્ર બની હતી, પરંતુ બહાદુર ભારતીય સેના દ્વારા તેમના ઇરાદાને નાકામ કરી દેવામાં આવ્યો હતો.

દક્ષિણ એશિયામાં બંને દેશો વચ્ચેની શત્રુતા ભરેલી પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું અને સંયુક્ત રાષ્ટ્રએ બંને દેશોને વાતચીત દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા પહેલ કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 20 સપ્ટેમ્બર, 1965ના રોજ ઠરાવ 211 પસાર કર્યો હતો, જેમાં દેશોને વાતચીત માટે સાથે આવવાની વિનંતી કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (United States of America) અને યુકે (UK) એ આ ઠરાવ માટે પોતાનો ટેકો આપ્યો અને બંને દેશોને હથિયારોનો જથ્થો તરત જ બંધ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

આ નિર્ણયની અસરો જંગ પર તરત જ અનુભવાઈ હતી, ખાસ કરીને પાકિસ્તાન પર કારણ કે તે હથિયારોની સપ્લાય માટે અમેરિકા પર નિર્ભર હતું. ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ કરાર પર સંમત થયા હતા જે 23 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

ત્યાર પછી સોવિયત યુનિયન (soviet union) દ્વારા મધ્યસ્થી સાથે તાશ્કંદ (Tashkent)માં ભારત અને પાકિસ્તાન વાતચીત માટે બેઠા હતા. છેલ્લે, જાન્યુઆરી 1966 માં, બંને પક્ષો સીમાઓ પરનો પોતાનો કબ્જો છોડી દેવા અને તેમની સેનાઓ પાછી ખેંચવા સંમત થયા હતા. તાશ્કંદ કરારએ દક્ષિણ એશિયામાં સંઘર્ષને સમાપ્ત કરવાના તેના ટૂંકા ગાળાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું, પરંતુ 1971 માં ટૂંક સમયમાં સંઘર્ષ ફરી શરૂ થયો અને હજુ દાયકાઓથી ચાલુ છે.
First published:

Tags: India Pakistan Border, India Pakistan War, World news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો