Home /News /national-international /'મહાકાલ લોક'માં સનાતન ધર્મની ઝલક આપશે 190 મૂર્તિઓ, પીએમ મોદી કાલે કરશે ઉદ્ધાટન

'મહાકાલ લોક'માં સનાતન ધર્મની ઝલક આપશે 190 મૂર્તિઓ, પીએમ મોદી કાલે કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રૂ. 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રૂ. 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના આ યાત્રાધામ નગરમાં પ્રવાસનને વેગ આપશે તેવી અપેક્ષા છે. આ કોરિડોર સનાતન ધર્મની ઝલક આપે છે, જ્યાં 9 થી 18 ફૂટની 76 મોટી મૂર્તિઓ અને લગભગ 110 નાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    ઉજ્જૈન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રૂ. 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના આ યાત્રાધામ નગરમાં પ્રવાસનને વેગ આપશે તેવી અપેક્ષા છે. આ કોરિડોર સનાતન ધર્મની ઝલક આપે છે, જ્યાં 9 થી 18 ફૂટની 76 મોટી મૂર્તિઓ અને લગભગ 110 નાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

    સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે 'મહાકાલ લોક'ના નંદી દ્વારની નીચે 'મોલી'થી લપેટાયેલું વિશાળ 'શિવલિંગ' મૂકવામાં આવ્યું છે. યોજના મુજબ વડાપ્રધાન આ વિશાળ કોરિડોરના ઉદઘાટનના પ્રતીકરૂપ 'શિવલિંગ'નું સત્તાવાર રીતે અનાવરણ કરશે.

    ભારતના સૌથી મોટા કોરિડોરમાંથી એક

    ઉજ્જૈનમાં બાંધવામાં આવેલો 900 મીટરથી વધુ લાંબો કોરિડોર 'મહાકાલ લોક' ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોરિડોર છે. તેમાં બે ભવ્ય પ્રવેશદ્વાર હશે, 108 સુશોભિત સ્તંભોનો એક જાજરમાન સ્તંભ, જટિલ રીતે કોતરવામાં આવેલા રેતીના પત્થરો, ફુવારાઓ અને શિવ પુરાણની કથાઓ દર્શાવતી 50 થી વધુ ભીંતચિત્રોની શ્રેણી 'મહાકાલ લોક'ને શણગારશે.

    મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહે અગાઉ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી 11 ઓક્ટોબરે સાંજે 5.30 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. પીએમ મોદીનું હેલિકોપ્ટર અહીં પોલીસ લાઈન્સ સંકુલ સ્થિત હેલિપેડ પર ઉતરશે.

    આ પણ વાંચો: સોમનાથ મહાદેવથી લઈને મહાકાલેશ્વર સુધી પ્રસિદ્ધ ભગવાનના શૃંગાર દર્શન

    પીએમ મોદી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરશે

    ઉજ્જૈન સ્માર્ટ સિટી લિમિટેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “મહાકાલ લોકના ઉદ્ઘાટન માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જે વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે. ઉજ્જૈન પહોંચ્યા પછી તેઓ મંદિર પરિસરમાં જશે અને મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરશે. ત્યારબાદ મોદી 'નંદી દ્વાર' જશે અને કોરિડોર ઉદ્ઘાટન કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

    જ્યારે પીએમ મોદી કોરિડોરમાંથી પસાર થશે ત્યારે રસ્તામાં મોટી સંખ્યામાં કલાકારો પરફોર્મ કરશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે સાંજે તૈયારીઓની સમીક્ષા કરી હતી. બાદમાં કાર્તિક મેળાના મેદાનમાં, જાણીતા ગાયક કૈલાશ ખેર ભગવાન શિવને સમર્પિત 'શિવ સ્તુતિ', 'જય શ્રી મહાકાલ' વિશેષ ગીત ગાશે. ઉજ્જૈન સ્માર્ટ સિટીના સીઈઓ આશિષ કુમાર પાઠકે જણાવ્યું કે કોરિડોર ખુલ્યા બાદ લોકોનો ઉત્સાહ અનેકગણો વધશે અને પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Mahakal, Modi goverment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन