Home /News /national-international /

Receptionist Death: 19 વર્ષીય રિસેપ્શનિસ્ટની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી, ભાજપના નેતાના છોકરાની ધરપકડ

Receptionist Death: 19 વર્ષીય રિસેપ્શનિસ્ટની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી, ભાજપના નેતાના છોકરાની ધરપકડ

મૃતક રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી - ફાઇલ તસવીર

Uttarakhand Receptionist Death: ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં પોલીસે એક છોકરીની હત્યા કરવા મામલે બીજેપીના નેતાના દીકરાની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, આરોપીએ 19 વર્ષીય અંકિતા ભંડારીની હત્યા કરી અને ત્યારબાદ તેને ચીલા નહેરામાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે રિસોર્ટના મેનેજરની પણ ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
    યમકેશ્વરઃ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં અંકિતા હત્યાકાંડને લઈને હોબાળો મચ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યુ છે કે, ‘અંકિતા ભંડારી નામની 19 વર્ષની છોકરી પાંચ દિવસ પહેલા યમકેશ્વર વિસ્તારના એક રિસોર્ટમાંથી ગુમ થઈ ગઈ હતી. હત્યા બાદ આરોપીએ લાશને ચિલા નગરમાં ફેંકી દીધી હતી. પોલીસે આ હત્યા કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પુલકિત હરિદ્વારના બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે.

    આ મામલાને લઈને પૌરીના અધિક પોલીસ અધિક્ષક શેખર ચંદ્ર સુયાલે કહ્યુ કે, ‘ઋષિકેશ-ચીલા મોટર રોડ પર સ્થિત ગંગા ભોગપુર વિસ્તારમાં એક રિસોર્ટ છે. અંકિતા આ રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. જ્યારે અંકિતા 19 સપ્ટેમ્બરે ઘરે નહોતી પહોંચી ત્યારે તેના માતા-પિતાએ ઉદયપુરની રેવન્યૂ પોલીસ ચોકી તલ્લામાં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને ગુરુવારે તેની તપાસ લક્ષ્મણઝુલા પોલીસ સ્ટેશનને સોંપી દીધી હતી. એફઆઈઆર દાખલ કરતાંની સાથે જ પોલીસે દરોડો પાડ્યો હતો અને 24 કલાકમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચોઃ RSSના નેતાની હત્યાના કેસમાં PFI નેતા આબોકર સિદ્દિકીની ધરપકડ

    આરોપીઓએ પોલીસને ગોળગોળ ફેરવી


    અધિક પોલીસ અધિક્ષક શેખર ચંદ્ર સુયલે કહ્યુ હતુ કે, ‘જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ગોળગોળ ફેરવવાનું ચાલુ કર્યુ હતુ. તેટલું જ નહીં, તેમણે પોલીસને સંપૂર્ણ રીતે ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પોલીસે ત્રણેયની કડક પૂછપરછ કરી તો તેઓ ભાંગી પડ્યા હતા અને હત્યા મામલે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. આરોપીઓએ જણાવ્યું કે, તેમણે પહેલાં અંકિતાની હત્યા કરી હતી અને ત્યાર પછી તેની લાશને ચિલા કેનાલમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસ આ કેનાલમાં મૃતક અંકિતાની લાશ શોધી રહી છે. મુખ્ય આરોપી પુલકિત આર્ય હરિદ્વાર ભાજપના નેતા વિનોદ આર્ય કે જે પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી પણ છે તેમનો પુત્ર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

    આ પણ વાંચોઃ બિહારમાં સગીરા પર રેપ કર્યા પછી હત્યા કરાઈ

    આરોપીઓને કડક સજા થશેઃ ધામી


    આ ઘટનાને દુઃખદ અને ઘૃણાસ્પદ ગણાવતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ હતુ કે, જેમણે પણ આ ગુનો કર્યો છે, તેને કડક સજા આપવામાં આવશે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ધામીએ કહ્યુ હતુ કે, ‘આ એક દુઃખદ અને ઘૃણાસ્પદ ઘટના છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. આવા જઘન્ય ગુના કરનારાઓ પર કડકમાં કડક કાર્યવાહી થશે અને પીડિતાને ન્યાય આપવામાં આવશે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: BJP News, Murder case, Uttarakhand news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन