Home /News /national-international /ઘરડી ઘોડી ને લાલ લગામ: ઈજ્જત બચાવવા માટે 19 વર્ષની કન્યાએ 70 વર્ષના 'ભાભા' સાથે ઘરસંસાર માંડ્યો

ઘરડી ઘોડી ને લાલ લગામ: ઈજ્જત બચાવવા માટે 19 વર્ષની કન્યાએ 70 વર્ષના 'ભાભા' સાથે ઘરસંસાર માંડ્યો

Unique love story (Credit- YouTube/Syed Basit Ali)

લગ્નમાં 5-6 વર્ષનો ફરક હોય તો, લોકો ચલાવી લેતા હોય છે, પણ જો અંતર 51 વર્ષનું હોય તો, આ લગ્નને આપ શું કહેશો ? પાકિસ્તાનનમાં હાલમાં દાદા અને પૌત્રીની ઉંમરની દેખાતા પતિ-પત્ની હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

    Unique Wedding in Pakistan: પ્રેમને લઈને તો કવિઓ અને શાયરે તો અનેક વાતો કહી હશે, પણ જેના પર પ્રેમનું ભૂત સવાર થાય, તેના દિલમાં કંઈક અલગ જ ફિલીંગ હોય છે. પ્રેમમાં ઘણી વાર એવું કહેવાતું હોય છે કે પ્રેમ આંધળો હોય છે. આવો જ એક કિસ્સો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે. એક કપલની લવ સ્ટોરી હાલમાં વાયરલ થઈ રહી છે.

    લગ્નમાં 5-6 વર્ષનો ફરક હોય તો, લોકો ચલાવી લેતા હોય છે, પણ જો અંતર 51 વર્ષનું હોય તો, આ લગ્નને આપ શું કહેશો ? પાકિસ્તાનનમાં હાલમાં દાદા અને પૌત્રીની ઉંમરની દેખાતા પતિ-પત્ની હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ કપલનું ઈન્ટરવ્યૂ પાકિસ્તાનની એક યૂટ્યૂબ ચેનલ પર વાયરલ થઈ ચુક્યું છે.

    આ પણ વાંચો: Trending Story: દીકરાથી ફક્ત બે વર્ષ મોટા છોકરાને આપી બેઠી દિલ, લવ સ્ટોરી જાણી લોકો હેરાન

    ઈજ્જત અને મર્યાદા ખાતર પ્રેમ


    પાકિસ્તાની યૂટ્યૂબર સૈય્યદ બાસિત અલીએ આ લવસ્ટોરીને દુનિયાની સામે લાવી છે. જે 19 વર્ષની શુમાઈલા અને 70 વર્ષના લિયાકત અલીની કહાની છે. તેમની મુલાકાત લાહૌરમાં મોર્નિંગ વોક દરમિયાન થઈ હતી. શુમાઈલા કહે છે કે, પ્રેમ ઉંમર નથી જોતી, તેમના પરિવારના લોકો પણ પહેલા તો વાંધો ઉઠાવતા હતાં. પણ બાદમાં તેઓ માની ગયા. શુમાઈલા ખુદ જણાવે છે કે, લગ્નમાં દરેક વાતથી ઉપર હોય છે ઈજ્જત અને મર્યાદા. ત્યારે આવા સમયે એક ખરાબ સંબંધ કરતા તો સો ગણો સારો છે એક યોગ્ય માણસ સાથે લગ્ન કરવા.
    " isDesktop="true" id="1285465" >

    ઘરવાળી જે ભોજન બનાવે છે તેના પર ફીદા છે લિયાકત


    70 વર્ષના લિયાકત જણાવે છે કે, તે દિલથી જવાન છે. ભલે તેમની ઉંમર 70 વર્ષની હોય. તે પોતાના ઘરવાળીના હાથનું બનાવેલુ ભોજન ખાવાના એટલા શોખિન છે કે તેમણે રેસ્ટોરંટમાં ખાવાનું બંધ કરી દીધું. તો વળી 51 વર્ષના ફરકને લઈને કહ્યું કે, જો કાયદો લગ્નની મંજૂરી આપે છે તો પછી વૃદ્ધ કે જવાન હોવાનો કોઈ સવાલ જ નથી આવતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Love story

    विज्ञापन
    विज्ञापन