વાયુ પ્રદુષણ સામે લડવા 19 વર્ષનો નવયુવાન મેદાને, પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી એર પ્યુરીફાયર બનાવ્યું

વાયુ પ્રદુષણ સામે લડવા 19 વર્ષનો નવયુવાન મેદાને, પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી એર પ્યુરીફાયર બનાવ્યું
તેનો દાવો છે કે, પ્યુરીફાયર 98 ટકા પ્લાસ્ટિક રહિત વસ્તુથી બનાવવામાં આવ્યું હતું.

તેનો દાવો છે કે, પ્યુરીફાયર 98 ટકા પ્લાસ્ટિક રહિત વસ્તુથી બનાવવામાં આવ્યું હતું.

  • Share this:
વિશ્વમાં વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને દિલ્હી જેવા શહેરમાં આ પ્રશ્ન ખૂબ ગંભીર થતો જાય છે. આ સમસ્યાના નિવારણ માટે પાયાથી કામ કરવું પડશે. તે માટે સરકાર, લોકો અને વ્યવસાયોએ લડતમાં પોતાનું યોગદાન આપવું જરૂરી છે. ત્યારે દિલ્હીના 19 વર્ષના ક્રિશ ચાવલા નામના નવયુવાને આ દિશામાં પહેલેથી જ પગલું માંડી દીધું છે. તેણે વધતા જતા વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ઇકો ફ્રેન્ડલી અને કિફાયતી એર પ્યુરિફાયર બનાવ્યું છે.

બ્રેથીફાય નામનું આ એર પ્યુરિફાયર બનાવવા બદલ નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ક્રિશની પ્રશંસા કરી હતી. કાંતે ટ્વિટ કર્યું હતું કે, સસ્તા એર પ્યુરિફાયર બનાવવાની ક્રિશની પહેલ આત્મનિર્ભાર ભારત તરફનું એક પગલું છે. દેશની રાજધાની હંમેશા વાયુ પ્રદૂષણ સાથે સંઘર્ષ કરતી રહી છે.ANI સાથે વાતચીત દરમિયાન તેની શોધ વિશે વાત કરતા ક્રિશે કહ્યું કે, પ્યુરીફાયર અસરકારકતા, ઇકો ફ્રેન્ડલી, HEPA ફિલ્ટરની ગુણવત્તામાં વધારવી અને કિફાયતી જેવી ચાર સમસ્યાનો ઉકેલ છે. પોતાની સ્ટોરી શેર કરતાં ક્રિશે કહ્યું કે, તે બાળપણમાં શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડાતો હતો. તેને નેબ્યુલાઇઝર અને કોર્ટિસનનો ઉપયોગ કરવો પડતો હતો. જેમ જેમ તે એર પ્યુરીફાયર વચ્ચે રહેવા લાગ્યો તેમ તેમ તેનો રસ પ્યુરીફાયરમ વધતો ગયો. મશીનો ખોલવાની જિજ્ઞાસાને કારણે તેને એર પ્યુરીફાયરમાં સરળ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની જાણ થઈ હતી. જોકે, તેનો એકંદરે ખર્ચ રૂ. 35,000થી 40,000 થાય છે.

અમદાવાદ: પરિણીતાના અર્ધનગ્ન ફોટા મોકલી યુવક કરતો હતો બીભત્સ માંગણીઓ, કંટાળી મહિલાએ કર્યો આપઘાત

તેનો દાવો છે કે, પ્યુરીફાયર 98 ટકા પ્લાસ્ટિક રહિત વસ્તુથી બનાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે મશીનમાં વપરાતી કોઈપણ વસ્તુની આયાત કરવામાં આવી નથી. તે સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવ્યું છે.

ક્રિશે પ્યુરીફાયરની કામગીરી પણ સમજાવી હતી. પ્યુરીફાયરમાં સરળ પ્લગ-ઇન-પ્લે ઓપરેશન છે. જે 25-65 વોટ વીજળીનો વપરાશ કરે છે. માઈન્ટેનન્સ તરીકે તેમાં માત્ર HEPA ફિલ્ટર બદલવાનું રહે છે.

કોરોના રસીકરણનો નિયમ બદલાયો, રજિસ્ટ્રેશન જરૂરી નહીં, સીધા સેન્ટર પર જઈને લઈ શકાશે રસીક્રિશે કહ્યું હતું કે, જાન્યુઆરીમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે પણ શોધ બદલ તેની પ્રશંસા કરી હતી. તેને ડાયનેમિક યુવા ઉદ્યોગસાહસિક ગણાવી નીતી આયોગના સીઈઓએ ટ્વિટ કર્યું હતું કે, કિફાયતી એર પ્યુરીફાયર બનાવવાની ક્રિશની પહેલ આત્મનિર્ભર ભારત તરફનું એક પગલું છે.નોંધનીય છે કે, અત્યાર સુધી ક્રિશે 4,700 થી વધુ એર પ્યુરિફાયર્સ વેચ્યા છે. તેમજ તેણે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો અને અનાથાલયો જેવી સંસ્થાઓને પણ 500 પ્યુરીફાયર દાન આપ્યા છે. ભવિષ્યમાં આવી રીતે 2000 પ્યુરીફાયર દાન આપવાની તેની ઈચ્છા છે.
Published by:News18 Gujarati
First published:June 16, 2021, 13:50 IST

ટૉપ ન્યૂઝ