Valentine day પર જ પ્રેમીએ કરી આત્મહત્યા, હાથ ઉપર ગર્લફ્રેન્ડનું નામ અને I Love U લખી પ્રેમ પ્રગટ કર્યો

Valentine day પર જ પ્રેમીએ કરી આત્મહત્યા, હાથ ઉપર ગર્લફ્રેન્ડનું નામ અને I Love U લખી પ્રેમ પ્રગટ કર્યો
યુવકના હાથની તસવીર

ભરતે પોતાના એક હાથમાં જેલ પેનથી પ્રેમિકાનું નામ લખ્યું હતું. અને નામની સાથે તેણે I LOVE YOU લખ્યું હતું.

  • Share this:
    કોટાઃ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે (Valentine day) જેને પ્રેમનો દિવસ પણ માનવામાં આવે છે. પ્રેમ કરનાર યુગલો (lover couples) માટે આ દિવસ સૌથી વધારે ખાસ હોય છે. કારણ કે આ દિવસને પ્રેમી યગલો ખાસ રીતે ઉજવે છે. પરંતુ રાજસ્થામાં (Rajasthan) એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પહેલા પોતાના હાથ ઉપર I LOVE YOU લખ્યું અને પછી મોતને વ્હાલું કર્યું હતું.

    વેલેન્ટાઈન ડે ઉપર જ મોતને વ્હાલું કર્યું


    આ કમકમાટી ભરી ઘટના રાજસ્થાન રાજ્યના કોટા શહેરમાં બની હતી. જ્યાં 19 વર્ષીય ભરત નામના યુવક પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. જેણે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. દરેકનું કહેવું હતું કે ભરતે પ્રેમમાં પડીને વેલેન્ટાઈન ડે પર જ ફાંસી લગાવી દીધી હતી.

    ભાઈને જોઈને બહેન ચોંકી ગઈ
    ઉલ્લેખનીય છે કે ભરત મૂળ મધ્ય પ્રદેશના રતલામનો રહેવાશી હતો પરંતુ છેલ્લા 10 વર્ષથી માતા-પિતા સાથે કોટામાં જ રહેતો હતો. તે સાત વર્ષથી ડ્રાઈફ્રૂટ વેચવાનું કામ કરતો હતો. મૃતકના પરિજનોએ જણાવ્યું કે રાત્રે બધા લોકો જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા હત્યા હતા.

    આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

    આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

    વહેલી સવારે આસરે 4 વાગ્યે તેની બહેનની ઊંઘ ખુલી ગઈ તો તેણે જોયું કે ભરત ફંદામાં લટકતો હતો. પરિવારના લોકો તેને નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

    હાથ ઉપર I LOVE YOU લખી લગાવી ફાંસી
    પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એએસાઈ કપ્તાન સિંહના જણાવ્યા પ્રમાણે ભરતે પોતાના એક હાથમાં જેલ પેનથી પ્રેમિકાનું નામ લખ્યું હતું. અને નામની સાથે તેણે I LOVE YOU લખ્યું હતું.



    એટલા માટે આ કિસ્સો પ્રેમથી જોડાયેલો છે. એવું લાગે છે કે તે યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. જ્યારે ઘરના સભ્યોનું કહેવું છે કે આ અંગે તેમને કોઈ જાણકારી નથી.
    Published by:ankit patel
    First published:February 14, 2021, 15:46 pm