આવનાર વર્ષે થનાર લોકસભા ઈલેક્શનને નજરમાં રાખીને દેશમાં બદલાઈ રહેલ સમીકરણો વચ્ચે વિપક્ષ બીજેપી વિરૂદ્ધ એક થવાની કોશિશમાં લાગી છે. લોકસભામાં વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે મંગળવારે 'ડિનર ડિપ્લોમેસી' હેઠલ તમામ પક્ષોના દળોના લીડ નેતાઓને રાતના ભોજન પર બોલાવ્યા હતા. પૂર્વ કોંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધી 10 જનપથ સ્થિત પોતાના આવાસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડિનર પાર્ટીની મેજબાની કરી રહેલ કોંગ્રેસ પાર્ટી તરફથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, ગુલામ નબી આઝાદ, મલિક્કાર્જુન ખડગે, અહેમદ પટેલ, એ કે એન્ટની, રણદીપ સિંહ સુરજેવાળા ઉપસ્થિત રહ્યાં છે.
શું છે પક્ષોને એક કરવા પાછળનું કારણ?
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના આવાસ પર ડિનરનું આયોજન કર્યું છે. આવનાર વર્ષે થનાર ઈલેક્શન પહેલા બીજેપી વિરૂદ્ધ મોટો મોર્ચો ઉભો કરવાની કોશિશના રૂપમાં દેખવામાં આવી રહેલ આ ડિનર પાર્ટીમાં 19 વિપક્ષી દળોના નેતા પહોંચ્યા હતા.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આંધ્ર પ્રદેશની સત્તામાં રહેલ તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી), બીજેપી અને ટીઆરએસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. ટીડીપીએ હાલમાં જ પોતાના મંત્રીઓને નરેન્દ્ર મોદી સરકારમાંથી હટાવી લીધા છે, પરંતુ તે એનડીએની એક ભાગ બનેલી છે. જ્યારે બીજેડીનું ઓડિશા અને ટીઆરએસનું તેલંગાનામાં શાસન છે.
સુત્રોએ જણાવ્યું કે, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ વિકાસ મોર્ચાના નેતા બાબૂલાલ મરાંડી, ઝારખંડના મુક્તિ મોર્ચાના હેમંત સોરેન, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતન રામ માંઝી બેઠકમાં પહોંચ્યા છે. માંઝીએ હાલમાં જ રાજગનો સાથ છોડીને લાલૂ પ્રસાદના રાજદ સાથે હાથ મિલાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર