કોરોનાઃ ઘરડા ઘરમાંથી આર્મીને મળી 19 લાશો, સંતાનોએ મા-બાપને મરવા માટે છોડી દીધા!

સ્પેનના રિટાયર્ડમેન્ટ હોમ્સમાં વૃદ્ધ લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે.

આર્મીને ઓલ્ડ એજ હોમમાંથી 19 વૃદ્ધોની લાશો મળી આવી, લૉકડાઉન દરમિયાન વૃદ્ધોને મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા

 • Share this:
  મેડ્રિડઃ સ્પેન (Spain)ના તમામ મોટા શહેર કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત છે અને અત્યાર સુધીમાં ત્યાં 2300થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કોરોનાનો સામનો કરવા માટે આર્મીને તૈનાત કરવામાં આવી છે. જોકે, આર્મીને ગયા શનિવારે એક ઓલ્ડ એજ હોમ (Retirement Homes) માંથી 19 વૃદ્ધોની લાશો મળી આવી જેને લૉકડાઉન દરમિયાન મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા. હવે સરકારે આ મામલાની તપાસના આદેશ પણ આપી દીધા છે.

  ‘સ્ટ્રેટ્સ ટાઇમ્સ’ના એક રિપોર્ટ મુજબ મેડ્રિડના મોન્ટે હર્મેસો ઓલ્ડ એજ હોમથી આ લાશો મળી આવી છે. ત્યારબાદ સ્પેનમાં આવેલા રિટાયર્ડમેન્ટ હોમ્સની હાલતને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઓલ્ડ એજ હોમમાં 130થી વધુ લોકો રહેતા હતા જેમાંથી 70 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. મળતી માહિતી મુજબ મળેલી લાશોમાંથી 15નાં મોત કોરોનાથી થયા છે, બાકીના લોકોની તપાસ ચાલી રહી છે. સ્પેનના મોટા અખબાર El Paisમાં પણ દેશભરના અનેક રિટાયર્ડ મેન્ટ હોમ્સની સ્થિતિ ખરાબ હોવા અને વૃદ્ધોના મોતના અહેવાલ પ્રકાશિત થયા છે.

  આ પણ વાંચો, WHOએ ભારતના વખાણ કર્યા, કહ્યું- તેમની પાસે કોરોના વાયરસથી લડવાની જોરદાર ક્ષમતા

  ક્રિમિનલ કેસ નોંધાયો

  મેડ્રિડના પબ્લિક પ્રોસિક્યૂટરના જણાવ્યા મુજબ, આ પ્રકારની ફરિયાદ મળી છે કે ઓલ્ડ એજ હોમ ચલાવનારી કંપનીની નિષ્ક્રિયતા અને ગેરવહિવટના કારણે આ મોત થયા છે. તેની પર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

  અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ સ્થળો પર સુરક્ષા, સફાઈ અને દેખભાળમાં ભારે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત સ્પેનના પ્રોવિન્સ કસ્તિયા લા માંચાના તોમેલોસો શહેરમાં પણ એક રિટાયર્ડમેન્ટ હોમમાં કોરોનાથી 15 લોકોનાં મોતનો મામલો સામે આવ્યો છે. સ્પેનની સરકાર આ મામલાને લઈને ઘણી કડક છે અને શબોની ઓળખ કરી તેમના સંતાનો અને સંબંધીઓની પૂછપરછ કરવામાં આવશે.

  આ પણ વાંચો, કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ

  અનેક મૉલ્સને શબગૃહમાં ફેરવી દીધા

  સ્પેનમાં કોરોના વાયરસની મહામારીના વધતાં મામલાઓને કારણે મેડ્રિડના એક શૉપિંગ મૉલમાં આઇસ રિંકને અસ્થાઈ શબ ગૃહમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્પેનમાં આર્મીને સેવાનિવૃત્તિ ગૃહોને સંક્રમણમુક્ત બનાવવા માટે મદદની જવાબદારી સોંપવામાં આવી છે.

  દેશની રક્ષા મંત્રી માર્ગિટા રોબ્લેસે ટેલિસિંકો ટેલીવિઝન ચેનલને કહ્યું કે, આ કેન્દ્રોમાં વૃદ્ધ લોકોની સાથે થયેલા વ્યવહારને લઈને અમે કડક વલણ અપનાવી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે, આર્મીને આ કેન્દ્રોમાં કેટલાક સંપૂર્ણપણે છોડવામાં આવેલા લોકો મળ્યા અને કેટલાક વ્યક્તિ મૃત અવસ્થામાં મળ્યા. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન, મેડ્રિડના પૈલેસિયો ડે હીલો, યા આઇસ પેલેસ મૉલની અંદર આઇસ રિંકને અસ્થાઈ શબગૃહમાં ફેરવી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, કોરોના સામે ભારત કેવી રીતે લડશે? 84 હજાર લોકો માત્ર એક આઇસોલેશન બૅડ
  Published by:Mrunal Bhojak
  First published: