Home /News /national-international /ગરીબીની કારણે 18 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને 23 વર્ષની ઉંમરે તો બની ગઈ 7 આલીશાન ઘરની માલિક

ગરીબીની કારણે 18 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને 23 વર્ષની ઉંમરે તો બની ગઈ 7 આલીશાન ઘરની માલિક

સોશિયલ સાઈટ પર વીડિયો દ્વારા કરોડોમાં કરી કમાણી- ઈંસ્ટાગ્રામ (linsey99forever: )

અમેરિકાના મેરીલેન્ડની રહેવાસી 23 વર્ષની લિંસે ડોનોવનની. જે કંટેંટ ક્રિએટર છે. 18 વર્ષની ઉંમરમાં ઘર છોડીને તેણે વીડિયો બનાવાનું શરુ કર્યું. બાદમાં 19 વર્ષની ઉંમરે મોડલ બની ગઈ અને થોડા વર્ષોમાં કરોડપતિ બની ગઈ.

    નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેવાની ઘેલછા કેટલાય લોકોને હોય છે, જો કે તેમાંથી ભાગ્યે જ કોઈ એવું હોય છે, જે સપના સાકાર સાકાર કરી લક્ષ્ય સુધી પહોચી શકે છે . નાની ઉંમરમાં પોતાના સપનાને સાચા કરવા માટે અહીં એક 18 વર્ષની એક છોકરીએ પોતાનું ઘર છોડી દીધું. ચાર કે પાંચ વર્ષની મહેનતે તેને અઢળક સંપત્તિની માલિક બનાવી દીધી. આજે તે પોતાની કમાણીના દમ પર એટલી શાનદાર લાઈફ જીવે છે, જેને જોઈને ભલભલાને અદેખાઈ થઈ જશે.

    વાત થઈ રહી છે અમેરિકાના મેરીલેન્ડની રહેવાસી 23 વર્ષની લિંસે ડોનોવનની. જે કંટેંટ ક્રિએટર છે. 18 વર્ષની ઉંમરમાં ઘર છોડીને તેણે વીડિયો બનાવાનું શરુ કર્યું. બાદમાં 19 વર્ષની ઉંમરે મોડલ બની ગઈ અને થોડા વર્ષોમાં કરોડપતિ બની ગઈ. પોતાની આવકના જોર પર તેની પાસે ચાર આલીશાન બંગલા છે. પોતાની લક્ઝૂરી લાઈફ માટે તે પ્રખ્યાત છે. પણ તેને પૈસાનો કોઈ ધમંડ નથી. મધ્યમ પરિવારમાંથી આવે છે એટલા માટે પૈસાની કિંમત સમજે છે.

    18 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને કરો઼ડપતિ બની ગઈ


    લિંસેએ 17થી 18 વર્ષની ઉંમરમાં જે વીડિયો બનાવામાં શરુ કર્યું હતા, તે ફક્ત 19 વર્ષની ઉંમર સુધી જ હતું. બાદ તેણે મોડલિંગ માટે ફ્લોરિડા ઉપડી ગઈ. જ્યાં 50,000 થી શરુ થયેલી તેની ઈન્કમ ધીમે ધીમે એટલી વધી ગઈ કે, થોડા વર્ષોમાં જ કરોડપતિ બનીને છવાઈ ગઈ.પોતાની મહેનતના જોરે કમાયેલા રૂપિયાથી લિંસે ડોનોબને 19ની ઉંમરમાં પહેલીવાર ઘર ખરીદ્યું. બસ અહીંથી પ્રોપર્ટીમાં રૂપિયા રોકવાનું ભૂત સવાર થયું. બાદમાં તે એક પછી એક પ્રોપર્ટી ખરીદવા લાગી. પરિણામ એ આવ્યું કે, આજની તારીખમાં લિને સાત આલીશાન ઘરની માલિક છે, જેની કરોડો રૂપિયામાં કિંમત છે. કંટેંટ ક્રિએટર હોવાની સાથે સાથે તે લાખો ડોલરના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોની માલિક પણ છે.



    4 આલીશાન ઘરની માલિક છે 23 વર્ષની છોકરી


    યૂટ્યૂબ ચેનલ સાથે વાતચીતમાં તેણે પોતાની સંપત્તિનું વિવરણ આપ્યું છે. લિંસે એક આલીશાન ઘરની મુલાકાત કરાવી છે, જેને 16 કરોડમાં ખરીદ્યું હતું. જેને તે બોર્બી ડ્રીમ હાઉસ કહે છે. લિંસે પોતાની લક્ઝૂરિયસ લાઈફ માટે જાણીતી છે. થોડા સમય પહેલા જ લિંસે એક બાબતને લઈને ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે પોતાના કુત્તરા માટે પટ્ટો લેવા માટે 4 હજાર કિમીની હવાઈ મુસાફરી કરી હતી. લિંસે ખુદ જણાવે છે કે, આજે તે કેટલી લક્ઝરી લાઈફ જીવે છે. એક દિવસમાં પાંચ વાર તો કપડા બદલે છે. તેના મેકઅપ પ્રોડક્ટની કિંમત પણ લાખો રૂપિયામાં છે. તેમ છતાં પણ મધ્યમ પરિવારમાંથી આવતી હોવાના કારણે તે સારી રીતે પૈસા બચાવાનું જાણે છે. એટલે જ તો અહીં સુધી તે પહોંચી છે. પોતાના માતા-પિતાની તે લાડલી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab gajab news

    विज्ञापन
    विज्ञापन