મહારાષ્ટ્ર રાજભવનના 18 કર્મચારી કોરોના પોઝિટિવ, રાજ્યપાલ કોશ્યારી થયા સેલ્ફ ક્વૉરન્ટીન

News18 Gujarati
Updated: July 12, 2020, 10:50 AM IST
મહારાષ્ટ્ર રાજભવનના 18 કર્મચારી કોરોના પોઝિટિવ, રાજ્યપાલ કોશ્યારી થયા સેલ્ફ ક્વૉરન્ટીન
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર રાજભવનના 100 કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જેમાંથી માત્ર 55 લોકોનાં જ રિપોર્ટ સામે આવ્યા છે

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)માં ઝડપથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ (Coronavirus) હવે રાજભવન સુધી પહોંચી ગયો છે. મળતા અહેવાલો મુજબ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ના 18 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજભવનના કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજ્યપાલ કોશ્યારી સેલ્ફ ક્વૉરન્ટીન (Self Quarantine)માં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અત્યાર સુધી રાજભવનના 100 કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જેમાંથી 55 લોકોનાં જ રિપોર્ટ સામે આવ્યા છે. હજુ બીજા કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે.

નોંધનીય છે કે, રાજભવનમાં કામ કરનારા એક જૂનિયન ઇલેક્ટ્રિશિયન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજભવનમાં કામ કરનારા તમામ કર્મચારીઓની કોરોના તપાસ કરાવવામાં આવી. આ કર્મચારીઓમાંથી અત્યાર સુધી 55 લોકોનાં રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાંથી 18 પોઝિટિવ સામે આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે જોકે તેમને સેલ્ફ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, ભારતમાં કોરોના કહેરઃ 24 કલાકમાં 28,637 નવા કેસ, 551 દર્દીનાં મોત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસોમાં એક દિવસમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. શનિવારે કોરોનાના 8,139 નવા કેસ સામે આવ્યા, જેનાથી રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 2,46,600 થઈ ગઈ છે.

આ પણ વાંચો, પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ

મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિવસમાં 223 દર્દીઓનાં મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 10,116 થઈ ગયો છે. કોવિડ-19ના મામલામાં શનિવારના વધારાની સાથે એક દિવસ પહેલા કેસોમાં 7,862ના આંકડાને પાછળ છોડી દીધો.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading