Home /News /national-international /

બલૂચિસ્તાનમાં કોલસાની બે ખાણોમાં બ્લાસ્ટ, 18ના મોત, અનેક ઘાયલ

બલૂચિસ્તાનમાં કોલસાની બે ખાણોમાં બ્લાસ્ટ, 18ના મોત, અનેક ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાનના બે અલગ અલગ વિસ્તારમાં કોલસાની બે ખાણો ધસી પડી હતી. જેમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 13 ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનના બે અલગ અલગ વિસ્તારમાં કોલસાની બે ખાણો ધસી પડી હતી. જેમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 13 ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

    પાકિસ્તાનના બલૂચિસ્તાનના બે અલગ અલગ વિસ્તારમાં કોલસાની બે ખાણો ધસી પડી હતી. જેમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 13 ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. પહેલી ઘટના ક્વેટા પાસે આવેલા મારવાડ વિસ્તારમાં જ્યારે બીજી ઘટના પીર ઇસ્માઇલ વિસ્તારમાં બની છે. મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ બંને ઘટનાઓ પાકિસ્તાનના દક્ષિણ-પશ્વિમમાં બની છે.

    હજી પણ કાટમાળમાં દબાયા છે અનેક મજૂર

    ઘટનાની તપાસમાં લાગેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે. હજી અનેક લોકો કાટમાળમાં દબાયેલા છે. પહેલી ઘટનામાં ક્વેટા પાસે આવેલા માગરિટ વિસ્તારમાં કોલસાની ખાણ ધસી પડતાં બે લોકોના મોત થયા છે જ્યારે 13 લોકોમાં ઘાયલ થયા છે. ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે બચાવ ટીમો હજી પણ લાપતા મજૂરોની શોધખોળમાં છે. આ બંને ખાણાના કાટમાળમાં અનેક મજૂરો દબાયા હોવાની આશંકા છે.

    ગેસ બ્લાસ્ટથી કોલસાની ખાણો ધસી પડી

    ડિજાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર અતાઉલ્લાહ ખાને મીડિયાને જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મારવાર સ્થિત ખાણોની ઘટનાનું કારણ ગેસ બ્લાસ્ટ છે. ખાણમાં મિથેન ગેસ બની ગઇ હતી. મરનારા મજૂરો પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા. તમને જણાવી દઇએ કે મોટાભાગની ખાણો સરકારી કંપની પાકિસ્તાન મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલન કરવામાં આવે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन