કેરળમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી 20ના મોત, સેના પાસે માંગી મદદ

પ્રતિકાત્મક તસવીર

પેરિયાર નદીનું જળસ્તર વધી જવાના કારણે વધુ પાણી છોડવા માટે ઈદમલયાર ડેમના ચાર દરવાજાને ગુરૂવારે ખોલી દેવામાં આવ્યા છે...

 • Share this:
  કેરળના અલગ-અલગ વિસ્તારમાં ગુરૂવારે ભારે વરસાદ અને ભુસ્ખલનનની ઘટનાઓમાં લગભગ 18 લોકોના મોત નિપજ્યા છે. આપદા નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં 10, મલપ્પુરમમાં પાંચ, કન્નૂરમાં બે અને વાયનાડ જીલ્લામાં 2નું મોત નિપજ્યું છે. પલક્કડમાં એક અને કોઝિકોડ જીલ્લામાં એક વ્યક્તિ લાપતા છે.

  ઈડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. પોલીસ તથા સ્થાનિક લોકોએ કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા છે. ઈદામાલયર ડેમથી આજે સવારે લગભગ 600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું, જેથી જળસ્તર 169.95 મીટર પર પહોંચી ગયું. ઈડુક્કી ડેમમાં આજે સવારે આઠ વાગ્યા સુધી જળ સ્તર 2398 ફૂટ હતુ જે જળસ્તર પૂર્ણ સ્તરના મુકાબલે 50 ફૂટ વધારે હતું. તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

  કોઝિકોડ અને વાયનાડ જીલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે રાષ્ટ્રીય આપદા મોચન બળ (એનડીઆરએફ)ની એક ટીમ કોઝિકોડ પહોંચી ગઈ છે. કેન્દ્રથી ઉત્તર કેરળ માટે બે ટીમ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદના કારણે ઈડુક્કી, કોલ્લમ અને અન્ય જીલ્લામાં શૈક્ષિક સંસ્થાઓમાં ગુરૂવારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

  આ સાથે પેરિયાર નદીનું જળસ્તર વધી જવાના કારણે વધુ પાણી છોડવા માટે ઈદમલયાર ડેમના ચાર દરવાજાને ગુરૂવારે ખોલી દેવામાં આવ્યા છે. ઈર્ણાકુલમ જીલ્લા પ્રશાસનના અધિકારીઓએ કહ્યું કે,પાણી છોડવાના કારણે આ વિસ્તારોમાં મુશ્કેલીની આશંકાને જોતા ચોરીનક્કારા, અને કોમબનાદ ગામમાં રાહત શિબિર ખોલવામાં આવી છે.

  કેરળ રાજ્યના આપદા પ્રબંધન પ્રધિકરણ અધિકારીઓએ જણાવ્યું કે, પેરિયાર નદીના તટ પર રહેતા લોકોએ ગભરાવવાની જરૂરત નથી ડેમનો દરવાજો સવારે પાંચ કલાકે, 6 કલાકે અને આઠ કલાકે ખોલવામાં આવ્યો. વધારે જળ સંગ્રહ થતા ડેમના દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા.

  અધિકારીઓએ જળાશયમાં જળસ્તર 168.20 મીટર ગયા બાદ ઈદમલયાર ડેમ પર ગઈકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, 164 ક્યૂમેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.

  મુખ્યમંત્રી પિનરઈ વિજયનને કહ્યું કે, અમે સેના, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફ પાસે મદદ માંગી છે. 3 ટીમ આવી ગઈ છે, 2 ટીમ ટુંક સમયમાં આવી થઈ જશે. આ સાથે 6 અન્ય ટીમ પણ આવશે. સીએમએ જણકારી આપી કે, નહેરૂ ટ્રોફી બોટ રેસ કેન્સલ કરી દેવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published: