સુદાન: ફેક્ટરીમાં બ્લાસ્ટ, ગુજરાતી સહિત 18 ભારતીયોના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: December 4, 2019, 7:19 PM IST
સુદાન: ફેક્ટરીમાં બ્લાસ્ટ, ગુજરાતી સહિત 18 ભારતીયોના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત
સુદાન ફેક્ટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીય સહિત 23ના મોત

ફેક્ટરીમાં 50 ભારતીય કામ કરે છે. સરકારી આંકડા અનુસાર, કુલ 23 લોકોના મોત થયા છે, અને 130થી વધારે લોકો ઘાયલ થયા છે.

  • Share this:
આફ્રિકી દેશ સુદાનની રાજધાની ખારતૂમની એક ફેક્ટરીમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ફેક્ટરીમાં એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો. જેમાં 23 લોકોના મોત થયા છે. તેમાં 18 ભારતીય સામેલ છે. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંગળવારે બની છે. દુર્ઘટનાની પુષ્ટી ભારતીય દૂતાવાસે બુધવારે કરી છે. આ ફેક્ટરીમાં લગભગ 50 ભારતીય કામ કરે છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ઉત્તરી ખારતૂમમાં સ્થિત આ ચીની માટીની ફેક્ટરીમાં થયેલા ધમાકા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે, બ્લાસ્ટ બાદ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારોમાં પણ આગ લાગી ગઈ હતી.

ખારતોમમાં ભારતીય દૂતાવાસે આ ભીષણ દુર્ઘટનાની પુષ્ટી કરી છે. દૂતાવાસ અનુસાર, ફેક્ટરીમાં 50 ભારતીય કામ કરે છે. સરકારી આંકડા અનુસાર, કુલ 23 લોકોના મોત થયા છે, અને 130થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે, ફેક્ટરીમાં દુર્ઘટનાના સ્થળ પર સુરક્ષા ઉપકરણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સાથે જ આગને પકડી લે તે મટેરિયલને સાચવવાની વ્યવસ્થા બરાબર રીતે કરવામાં આવી ન હતી. આ કારણે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તે મટેરીયલે પણ આગ પકડી લીધી. સરકારે તપાસ શરૂ કરી દીધી છે.

દૂતાવાસે દુર્ઘટનામાં ઘાયલ અને લાપતા ભારતીયોનું લીસ્ટ જાહેર કર્યું છે. ઘાયલ અને લાપતા લોકોમાં મોટાભાગના યૂપી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, તામિલનાડુ, દિલ્હી અને ગુજરાતના છે.
ભારતીય દૂતાવાસ તરફથી જણાવામાં આવ્યું છે કે, આ ફેક્ટરી રાજધાનીની બહારના વિસ્તારમાં સ્થિત છે. દૂતાવાસે હેલ્પલાઈન નંબર +249-921917471 પણ જાહેર કર્યો છે. આ નંબર 24 કલાક સર્વિસમાં રહેશે. દુર્ઘટના સંબંધીત જાણકારી તેના પર લઈ શકાય છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, દૂતાવાસના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर