છત્તીસગઢ: ખેડૂતોએ પાક બચાવવા ગાયોને રૂમમાં બંધ કરી દીધી, 18નાં મોત

News18 Gujarati
Updated: August 6, 2018, 10:17 AM IST
છત્તીસગઢ: ખેડૂતોએ પાક બચાવવા ગાયોને રૂમમાં બંધ કરી દીધી, 18નાં મોત
પ્રતિકાત્મક તસવીર

ગામના ખેડૂતો રખડતી ગાયો દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોંચાડવાના કારણે પરેશાન હતા.

  • Share this:
છત્તીસગઢના બલૌદાબજાર જીલ્લામાં એક ગ્રામ પંચાયતની ગૌશાળામાં થોડા દિવસ પહેલા શ્વાસ રૂંધાઈ જવાથી 18 ગાયના મોત નિપજ્યા છે. બલૌદાબજાર જીલ્લા અધિકારી જનક પ્રસાદ પાઠકે જણાવ્યું કે, ત્રણ ઓગષ્ટે રોહાસી ગામમાં 18 મૃત ગાય મળી આવી. તેમણે જણાવ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી, જ્યારે સ્થાનિક અધિકારીઓને સૂચના મળી કે મૃત ગાય ગામમાં દફનાવવા માટે લઈ જવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પ્રાથમીક તપાસમાં ખુલાસો થયો છે કે, ગાયો થોડાક દિવસથી એક રૂમમાં બંધ હતી જેથી શ્વાસ રૂંધાઈ જવાથી તેમનું મોત નિપજ્યું છે.

પાઠક અનુસાર, ગામના ખેડૂતો રખડતી ગાયો દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોંચાડવાના કારણે પરેશાન હતા. બધાએ અંદરો-અંદર ચર્ચા કરી રખડતી ગાયોને પકડી ગામની ગૌ-શાળાના એક રૂમમાં બંધ કરી દીધી અને અન્ય ગાયોને ખુલ્લામાં ખીંટા લગાવી બાંધી દીધી.

તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ આ ઢોર પર કોઈ દાવો કરવા માટે ન પહોંચ્યા તો, ગ્રામીણોએ આ ઢોર માટે ચારા-પાણીની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થવા લાગ્યું. જેથી તેમણે બહાર બાંધેલા ઢોર ખોલી દીધા, પરંતુ રૂમમાં બંધ ઢોર પર તેમણે ધ્યાન ન આપ્યું. જ્યાંથી ત્રણ ઓગષ્ટે દુર્ગંધ આવવા લાગી, ત્યારે તેમણે અંદર જઈને જોયું, તો તેમને અંદર મૃત જાનવર મળ્યા.

જીલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે ગ્રામજનો ગાયોનો અંતિમ સંસ્કાર કરવા જતા હતા ત્યારે કોઈએ સ્થાનિક અધિકારીને આ મુદ્દે જાણ કરી. પોસ્ટ માર્ટમ બાદ તમામ ઢોરને ગામના છેવાડે એક ખાડો ખોડી દાટવામાં આવ્યા. સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે ગામમાં આના કારણે કોઈ રોગચાળો ન ફેલાય.

પાઠકે કહ્યું કે, ગાય લગભગ ચાર દિવસ એક રૂમમાં બંધ રહી હતી અને તેમાં 18 ગાયો રાખી શકાય તેટલી જગ્યા પણ ન હતી. જેથી તેમનો શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની વધુ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે, અને તે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગત વર્ષે છત્તીસગઢની રમણસિંહ સરકાર સરકારી સહાયતા પર ચાલતી ત્રણ ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયના મોતને લઈ કોંગ્રેસના નિશાના પર આવી હતી.
First published: August 6, 2018, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading