બ્રિટિશ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા માટે ક્રાંતિકારીઓએ 17 ડિસેમ્બરની તારીખ જ કેમ પસંદ કરી હતી?

કોર્ટે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને સાંડર્સની હત્યાના માટે દોષી માન્યા હતા અને ફાંસીની સજા ફટકારી હતી.

92 વર્ષ પહેલા લાહોરના પોલીસ હેડક્વાટર્સની બહાર ભગત સિંહે કઈ પિસ્તોલથી સાંડર્સની હત્યા કરી હતી?

  • Share this:
    નવી દિલ્હીઃ વાત વર્ષ 1928ની છે. અંગ્રેજોની હકુમત સામે ભારતમાં વિરોધ ચરમસીમાએ હતો. તે સમયે 30 ઓક્ટોબર 1928ના રોજ સાઇમન કમીશન (Simon Commission) ભારતમાં આવ્યું. જેના વિરોધમાં સમગ્ર દેશમાં આગ ભડકી ગઈ હતી. સમગ્ર દેશમાં ‘સાઇમન કમીશન ગો બેક’ (Simon Commission Go Back)ના નારા લાગ્યા. આ વિરોધની આગેવાની વરિષ્ઠ ક્રાંતિકારી નેતા લાલા લજપતરાય (Lala Lajpat Rai) કરી રહ્યા હતા.

    સાઇમન કમીશન સામેના વિરોધ પ્રદર્શનો દરમિયાન લાહોર (Lahore)માં 30 ઓક્ટોબર 1928ના રોજ એક મોટી ઘટના બની. જ્યારે લાલા લજપતરાયના નેતૃત્વમાં સાઇમનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજોએ ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ શરૂ કરી દીધો. પોલીસે લાલા લજપતરાયની છાતી પર નિર્મમતાથી લાઠીઓ વરસાવી. તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને આ કારણે 17 નવેમ્બર 1928ના રોજ તેમનું નિધન થઈ ગયું. આ લાઠીચાર્જનો આદેશ ક્રૂર સુપ્રીટેન્ડન્ટ જેમ્સ એ. સ્કોટે (James Scott) આપ્યો હતો.

    આ પણ વાંચો, પ્રવાસી શ્રમિકોથી લઈ ખેડૂત આંદોલન સુધી, તસવીરોમાં જુઓ આ વર્ષની મોટી ઘટનાઓ

    લાલા લાજપતરાયના મૃત્યુના પડઘા સમગ્ર દેશમાં પડ્યા અને ક્રાંતિકારીઓ ભડકી ઉઠ્યા. ચંદ્રશેખર આઝાદ (Chandra Sekhar Azad), ભગત સિંહ (Bhagat Singh), રાજગુરૂ (Rajguru), સુખદેવ (Sukhdev) તથા અન્ય ક્રાંતિકારીઓએ લાલાજીના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.

    સાંડર્સની હત્યા કેવી રીતે કરવામાં આવી?

    લાલા લાજપતરાયના શહીદીની ઠીક એક મહિના બાદ 17 ડિસેમ્બર 1928નો દિવસ સ્કોટની હત્યા માટે નક્કી કરવામાં આવ્યો. પરંતુ નિશાનામાં થોડી ચૂક થઈ ગઈ. સ્કોટને બદલે આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલિસ જૉન પી. સાંડર્સ (John Saunders) ક્રાંતિકારીઓનો નિશાન બની ગયા. સાંડર્સ જ્યારે લાહોરના પોલીસ હેડક્વાટર્સથી બહાર જઈ રહ્યા હતા ત્યારે ભગત સિંહ અને રાજગુરુએ તેની પર ગોળીઓ વરસાવી દીધી. ભગત સિંહ પર અનેક પુસ્તક લખનારા JNUના પૂર્વ પ્રાધ્યાપક ચમન લાલ મુજબ, સાંડર્સ પર સૌથી પહેલા ગોળી રાજગુરૂએ ચલાવી હતી. ત્યારબાદ ભગત સિંહે સાંડર્સ પર ગોળી ચલાવી.

    સાંડર્સની હત્યા બાદ બંને લાહોરથી રવાના થઈ ગયા. અંગ્રેજો સાંડર્સની જાહેરમાં થયેલી હત્યાથી ચોંકી ગયા. સાંડર્સની હત્યાના દોષી ત્રણેયને માનવામાં આવ્યા, જેને લાહોર ષડયંત્ર કેસ માનવામાં આવ્યો. ત્રણેય પર સાંડર્સને મારવા ઉપરાંત દેશદ્રોહનો કેસ ચાલ્યો. દોષી માનવામાં આવ્યા. 7 ઓક્ટોબર 1930ના રોજ ચુકાદો આપવામાં આવ્યો કે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવે.

    આ પણ વાંચો, EPFO: આ મહિને 6 કરોડ લોકોના PF એકાઉન્ટમાં જમા થશે વ્યાજ, મિસ કૉલ કરીને ચૅક કરો આપનું બેલેન્સ


    ભગત સિંહે આ પિસ્તોલથી કરી હતી સાંડર્સની હત્યા

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, લાલા લાજપતરાયના મોતનો બદલો, જે પિસ્તોલથી ભગત સિંહે લીધો, તે પિસ્તોલ હવે ઈન્દોરના CSWT મ્યૂઝિયમમાં રાખવામાં આવી હતી. જેનાથી ભગત સિંહે સાંડર્સનું કામ તમામ કર્યું હતું. ભગત સિંહની આ 32 MMની કોલ્ટ ઓટોમેટિક ગનને ઈન્દોરના સીમા સુરક્ષા દળના રેઓટી ફાયરીંગ રેન્જમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે. હવે આ પિસ્તોલ પર્યટકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે.
    Published by:Mrunal Bhojak
    First published: