બ્લડ કેન્સર સામે જંગ લડી રહેલી રામ્યા એક દિવસ માટે બની પોલીસ કમિશ્નર

News18 Gujarati
Updated: October 30, 2019, 8:24 AM IST
બ્લડ કેન્સર સામે જંગ લડી રહેલી રામ્યા એક દિવસ માટે બની પોલીસ કમિશ્નર
રામ્યાને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું, કમિશ્નરની ખુરશી પર બેસી અધિકારીઓને ઓર્ડર આપ્યા

રામ્યાને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું, કમિશ્નરની ખુરશી પર બેસી અધિકારીઓને ઓર્ડર આપ્યા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ની રાચાકોંડા પોલીસે બ્લડ કેન્સર (Blood cancer)નો સામનો કરી રહેલી એક 17 વર્ષીય કિશોરીનું પોલીસ અધિકારી બનવાનું સપનું પૂરી કર્યું છે. આ કિશોરીને એક દિવસ માટે પોલીસ કમિશ્નર (Police commissioner) બનાવવામાં આવી.

17 વર્ષીય રામ્યા (Ramya)એ જણાવ્યું કે તેને એક દિવસ પોલીસ કમિશ્નર બનીને બહુ જ ખુશી થઈ છે. રામ્યા ધોરણ-12માં પીસીએમ સ્ટ્રીટથી અભ્યાસ કરે છે. રામ્યાએ જણાવ્યું કે, કમિશ્નરની ખુરશી પર બેઠી અને અધિકારીઓએ આદેશ આપ્યા, જેનું સૌ અધિકારીઓએ પાલન પણ કર્યું.

રામ્યાએ કહ્યું કે, આજે તે બહુ જ ખુશ છે. ભવિષ્યમાં તે પોલીસ અધિકારી બની આ વિસ્તારની વ્યવસ્થા અને ટ્રાફિક નિયમો બનાવવા માટે ખાસ ધ્યાન આપશે. સાથોસાથ તેણે કહ્યું કે, મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના બનાવો ઘટે તેના માટે પ્રયાસ કરશે.

રામ્યાની નિમ્સ હૈદરાબાદમાં સારવાર ચાલી રહી છે. આટલી નાની ઉંમરમાં બ્લડ કેન્સરની બીમારી સામે જંગ લડી રહેલી રામ્યાને જ્યારે કોઈને મળે છે તો હસીને વાત કરે છે કે તે મોટી થઈને પોલીસ અધિકારી બનવા માંગે છે અને દેશની સેવા કરવી છે.

પોલીસ અધિકારીઓએ રામ્યાના સારા સ્વાસ્થ્યની કામના કરી

રાચાકોંડા જિલ્લાના આઈપીએસ મહેશ ભાગવત અને એડિશનલ કમિશ્ર સુધીર બાબૂએ રામ્યા ઝડપથી સાજી થઈ જાય તેની કામના કરી છે. આ પ્રસંગે રામ્યાને ગાર્ડ ઑફ ઑનર (Guard of Honour) પણ આપવામાં આવ્યું.

આ પણ વાંચો,

BJP સાંસદના દીકરાએ ઑનલાઇન મંગાવ્યો મોબાઇલ, બૉક્સમાં હતા પથ્થર!
મોતની ભવિષ્યવાળી કરનારા જ્યોતિષાચાર્ય કુંજીલાલ માલવીયનું નિધન, જીવન પર બની હતી Peepli Live ફિલ્મ
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading