પિતાને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ પુત્રી, સાંકળથી બાંધીને રેપ કરતો હતો પિતા

News18 Gujarati
Updated: December 2, 2019, 6:23 PM IST
પિતાને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ પુત્રી, સાંકળથી બાંધીને રેપ કરતો હતો પિતા
સાંકળોથી બાધેલી પીડિતાની તસવીર

પુત્રીએ આરોપ લગાવ્યો છે કે, તેણે પિતાને કોઈ અન્ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયા બાદ તેના પિતાએ તેને એક રૂમમાં બંધ કરી સાંકળથી બાંધી દીધી હતી. તેની સાથે અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું.

  • Share this:
ઝાલોરઃ હૈદરાબાદ અને રાંચી ગેંગરેપ (Hyderabad Gangrape) જેવી હૃદય કંપાવી દે એવી ઘટના બાદ રાજસ્થાનના (Rajasthan) ઝાલોરથી પણ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. 17 વર્ષની એક યુવતીએ પોતાના પિતા સામે સાંકળથી બાંધીને વારંવાર રેપ (Rape)કરવાની પોલીસમાં ફરિયાદ કરી છે. સગીર પુત્રીનો આરોપ છે કે, તેણે પિતા અન્ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગઈ હતી. ત્યારબાદથી તેનો પિતા તેની સાથે આવી હેવાનીયત ભરી હરકત કરતો હતો.

પુત્રીએ આરોપ લગાવ્યો છે કે, તેણે પિતાને કોઈ અન્ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયા બાદ તેના પિતાએ તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. યુવતી કોઈને કંઈ જ ન જણાવી દે એટલા માટે સાંકળથી બાંધી દીધી હતી. તેની સાથે અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ પણ વાંચોઃ-રૂ.14,000ની LED TV માત્ર રૂ.7,499માં ખરીદવાની તક, ત્રણ દિવસ બાકી

અનેક દિવસો પછી પિતાના ચંગુલમાંથી જેમતેમ કરીને બચીને ભાગેલી પીડિતાએ પોતાના મામાના ઘરે પહોંચી હતી. પોતાના મામાને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે આરોપી સામે કેસ નોંધાવ્યો હતો. પીડિતાને સોમવારે મેડિકલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

પીડિતાના મામાએ ફરિયાદ નોંધાવીઝાલોરના બાગોડા પોલીસ સ્ટેશનના પ્રભારી ગિરધરસિંહના જણાવ્યા પ્રમાણે પીડિતાના મામાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીની બહેનના લગ્ન આરોપી સાથે થયા હતા. આરોપી તેની બહેનને માર મારતો હતો. આનાથી તેમના સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. આરોપીએ બીજા લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચોઃ-beauty tips: ઘરે જ બનાવો સંતારાનો ફેસપેક, જે ચહેરાની કરચલીઓને કરશે છૂ

પરિવારની અન્ય મહિલા સાથે આરોપીના આડા સંબંધ હતા
પીડિતાના મામાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની ભાણી પોતાના મામાના ઘરે જ રહેતી હતી. આરોપીના પરિવારની જ એક મહિલા સાથે આડા સંબંધ હતા. પીડિતાએ એક દિવસ પોતાના પિતાને એ મહિલા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ ગયો હતો.

આડા સંબંધોને સંતાડવા માટે આરોપી પિતા અને એ મહિલાએ પુત્રીને સાંકળ વડે બાધીને ત્રણ તાળા લગાવ્યા હતા. અને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. એટલું જ નહીં પિતા પોતાની પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ પણ આચરતો હતો. જોકે, જેમતેમ કરીને પોતાના પિતાના ચંગુલમાંથી નીકળીને ભાગી ગઈ હતી.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर