કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી; મહારાષ્ટ્રમાં પૂરમાં 17 લોકોના મોત

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારો સંપર્ક વિહોણા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે ગુરુવારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  મધ્યપ્રદેશમાં ભોપાલ, સિહોર સહિત 29 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2.5 લાખ અને કર્ણાટકમાં 26 હજાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં રાહત કાર્ય માટે 1 હજાર સૈન્ય જોડાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસમાં 16 લોકોના મોત થયા છે. કર્ણાટક અને આંઘ્રપ્રદેશની ઘણી નદીઓ જોખમી નિશાન ઉપર વહી રહી છે.
  ભારે વરસાદના કારણે ગુરુવારે વહેલી સવારે તમિલનાડુના કોઈબંતુર રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના થઈ હતી. અહિં રેલવે પાર્સલ સર્વિસની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. તેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 15 જિલ્લામાં પુર જેવી સ્થિતિ છે. પુરમાં અત્યાર સુધી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7 થઈ ચૂકી છે. કૃષ્ણા સહિત ઘણી નદીઓ જોખમી નિશાન ઉપર વહી રહી છે. ઘણી જગ્યાએ રેલવે અને રોડનો સંપર્ક તૂટી ગયો છે.

  મહારાષ્ટ્રમાં જળબંબાકાર

  મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં 1 જૂનથી 6 ઓગસ્ટ સુધીમાં 5755 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં ચરમરાઈ ટ્રાફિક વ્યવસ્થાથી યાત્રિઓને મુક્ત કરવા માટે રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. ગુરુવારથી આગામી ત્રણ દિવસ સુધી મિરાજના કરાડ વચ્ચે ટ્રેન ચાલશે. શહેરમાં વરસાદ પછી કરાડ, સાંગલી, મિરાજ અને પંઢરપુરમાં પાણી ભરાવવાના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
  બીજી તરફ, વરસાદની આગાહીના પગલે કેરળના ઈડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં રેડ એળર્ટ, જ્યારે ત્રિશુર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળના દરિયા કિનારાથી પશ્ચિમી દિશા તરફ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: