શિવસેના ભંગાણના આરે! કૉંગ્રેસ-NCPનું સમર્થન લેવાથી 17 MLA નારાજ

News18 Gujarati
Updated: November 20, 2019, 3:55 PM IST
શિવસેના ભંગાણના આરે! કૉંગ્રેસ-NCPનું સમર્થન લેવાથી 17 MLA નારાજ
કૉંગ્રેસ અને એનસીપીનું સમર્થન મેળવવા માટે શિવસેનાએ હિન્દુત્વનો મુદ્દો છોડવાથી ધારાસભ્યો નારાજ થયા

કૉંગ્રેસ અને એનસીપીનું સમર્થન મેળવવા માટે શિવસેનાએ હિન્દુત્વનો મુદ્દો છોડવાથી ધારાસભ્યો નારાજ થયા

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં એક તરફ કૉંગ્રેસ-એનસપી (Congress-NCP) અને શિવસેના (Shiv Sena)ના ગઠબંધન પાકું થતું હોય તેવા અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ હવે એવા અહેવાલ છે કે શિવસેનામાં અંદરખાને કંઈક ઠીક નથી. મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ અને એનસીપીની સાથ લેતાં શિવસેના ધારાસભ્યોમાં નારાજગી છે અને તે આ ગઠબંધન નથી ઈચ્છતા. એવામાં એવી વાત પણ સામે આવી રહી છે કે શિવસેનામાં તેને લઈને ભંગાણ પડી શકે છે. જોકે, ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ કામમાં પાર્ટીના જ વરિષ્ઠ નેતા મનોહર જોશી લાગેલા છે. મળતી જાણકારી મુજબ, નારાજ ધારાસભ્યો કોઈ પણ સ્થિતિમાં હિન્દુત્વનો મુદ્દો છોડવા નથી માંગતા.

ધારાસભ્યો માતોશ્રી પહોંચ્યા

મળતી માહિતી મુજબ, ધારાસભ્યોને મનાવવા માટે મનોહર જોશી તમામ પ્રયાસ કરી રહ્યા છે અને હવે તેઓ આ 17 ધારાસભ્યોને લઈ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચી ગયા છે. આ તમામ ધારાસભ્ય પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડ વિસ્તારના છે.

હિન્દુત્વનો મુદ્દો છોડવાથી પણ નારાજ

તમામ ધારાસભ્યોનું કહેવું છે કે પાર્ટી હંમેશાથી હિન્દુત્વના મુદ્દે ચાલી છે અને એવામાં કૉંગ્રેસ-એનસીપીનો સાથ લેવો યોગ્ય નથી. નારાજ ધારાસભ્ય કોઈ પણ સ્થિતિમાં હિન્દુત્વનો મુદ્દો છોડવા નથી માંગતા.

પહેલા પાર્ટીના જ ધારસભ્યે કર્યો હતો આ દાવોઆ પહેલા શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે દાવો કર્યો કે રાજ્યમાં સરકારનો શપથ ગ્રહણ સમારોહ 25 કે 25 નવેમ્બરે યોજાઈ શકે છે. પાર્ટીના ધારાસભ્‍ય અબ્દુલ સત્તારે કહ્યુ છે કે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તમામ 56 ધારાસભ્યોને મુંબઈ બોલાવી લીધા છે. સત્તારે જણાવ્યું કે, ઉદ્ધવે તમામ ધારાસભ્યોના આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાંચથી છ દિવસોના કપડાં સાથે લાવવાનો આદેશ આપ્યો છે. આ દિવસોમાં તમામ ધારાસભ્ય મુંબઈમાં જ રહેશે અને અને ક્યાંય નહીં જાય.

આ પણ વાંચો,

સંસદમાં અમિત શાહે કહ્યુ- કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યૂ નથી, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે
પાકિસ્તાની દુલ્હને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યાં! કારણ જાણી ચોંકી જશો
First published: November 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading