મુંબઈમાં સગીરા પર અમાનુષી અત્યાચાર, એક જ રાતમાં 3 જુદા-જુદા સ્થળે 3 વાર દુષ્કર્મ

(પ્રતીકાત્મક તસવીર)

દોસ્તોએ બર્થડે પાર્ટી માટે બોલાવી 16 વર્ષીય પીડિતા પર દુષ્કર્મ આચર્યું, 6 આરોપી ઝડપાયા, 1 ફરાર

  • Share this:
    મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં એક સગીરા સાથે ગેંગરેપ (Gangrape)ની રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષની કિશોરી સાથે એક જ રાતમાં 3 અલગ-અલગ સ્થળો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસ (Mumbai Police)એ પીડિતાની ફરિયાદના આધારે 7 લોકોની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. સાથોસાથ 6 લોકોની ધરપકડ કરી લીધી છે. એક આરોપની તલાશ ચાલી રહી છે.

    પોલીસને જાણકારી આપી કે આ ઘટના 31 મે અને 1 જૂન દરમિયાનની રાતની છે. 16 વર્ષીય કિશોરીનો પરિવાર તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવવા મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેથી પોલીસ કિડનેપિંગનનો કેસ નોંધીને કિશોરીની તલાશમાં લાગી ગઈ હતી.

    આ પણ વાંચો, પોતાની પ્રેગનન્સીથી લખપતિ બની આ મહિલા, લોકો એડવાન્સમાં બુક કરાવી રહ્યા છે તેનું દૂધ

    પોલીસ અને પરિવારના સભ્યો કિશોરીને શોધી રહ્યા હતા. ત્યારે કિશોરી બીજા દિવસે સવારે ઘરે પરત ફરી હતી. આ દરમિયાન તેના પરિવારે તેની પૂછપરછ કરી તો તેણે કંઈ જણાવ્યું નહીં. પરંતુ બાદમાં મહિલા પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે તમામ ઘટના વિશે જણાવ્યું. આ સાંભળીને તમામ લોકો ચોંકી ગયા.

    આ પણ વાંચો, ઝાડફૂંકના નામે અડધી રાત્રે ઘરે બોલાવીને તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

    પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ જણાવ્યું કે તેના ઇન્ટાે ગ્રામ પર કેટલાક દોસ્ત હતા. તેમાંથી એક દોસ્તે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ તમામ દોસ્ત મડ વિસ્તારમાં એક હોટલની બહાર મળ્યા હતા અને તેઓએ ત્યાં કારમાં જ કેક કાપી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મળેલા બે દોસ્તોએ કિશોરી સાથે કારમાં જ ગેંગરેપ કર્યો.

    આ લોકોએ ગેંગરેપ બાદ કિશોરીને મલાડમાં રહેનારા બીજા દોસ્તોના ઘરે છોડી દીધી હતી. આ દોસ્તોએ પણ ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું. બાદમાં કિશોરી ત્યાંથી પોતાના ઘરે ન ગઈ, પરંતુ એક અન્ય દોસ્તના ઘરે જતી રહી. ત્યાં ફરી તેની સાથે દુષ્કર્મ થયું. મલવાની પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે સાતેય આરોપી પર દુષ્કર્મ, અપરાધિક ધમકી, બળજબરીથી વસૂલી સહિત અન્ય અપરાધો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: