મધ્યપ્રદેશમાં સતત છ કલાક સુધી PUBG ગેમ રમ્યા પછી તેનું મોત નિપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામનારનું નામ ફુર્કખાન કુરેશી છે અને તે મધ્યપ્રદેશનાં નીમુચ ટાઉનનો રહેવાસી છે.
તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બપોરે જમ્યા પછી તે સતત છ કલાક સુધી આ ગેમ રમતો રહ્યો અને પછી અચાનક બેભાન થઇ ગયો. તે ખુબ ગુસ્સે ભરાઇ ગયો હતો અને આસપાસનાં લોકો પર ચીડાતો હતો.
તેના પિતાએ આ વાત કહી હતી. આ ઘટના 28 મેનાં રોજ બની હતી.
ફુરખાનની બહેન ફિઝા કુરેશીએ જણાવ્યું કે, તેનો ભાઇ સતત છ કલાક સુધી પબ્જી ગેમ રમતો હતો. તેની સાથે તેના મિત્રો પણ હતા. આ દરમિયાન તે ચિસો પાડવા લાગ્યો. હું તારા કારણે ગેમ હારી ગયો અને વસ્તુઓ ફેંકવા લાગ્યો. આ પછી તે બેભાન થઇ ગયો. તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.
ફુરખાન સારો તરવૈયો હતો અને તેનું આરોગ્ય સારુ હતુ. પણ ગેમ રમવાને કારણે ઉત્તેજનાને કારણે હ્રદયરોગનો હુમલો આવ્યો હોઇ શકે.
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપતા જણાવ્યું કે, ગેમને કારણે બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને માનસિક રોગનો ભોગ બની રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે. છેલ્લા કેટલાક સમયથી એક ગેમે ગુજરાત સહિત દેશભરના જવાનીયાઓને પોતાનું ઘેલુ લગાડ્યું છે. યુવાનો એટલી હદે પબજીમાં ઘુસી ગયા છે કે પોતાના માતા-પિતાની વાત પણ નથી માનતા. ત્યારે પબજી ગેમને લઈને અનેક રજૂઆતો કર્યા બાદ સરકારે આખરે વાત સ્વિકારી લીધી હતી અને તેના બર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. .
PUBG ગેમ એક અત્યારના તરુણો અને યુવાનો માટે એક વ્યસન બની ગઈ છે. આ ગેમ લોકોના માનસ પર ગંભીર અસર કરે છે અને એટલી હદે તે યુવાનો અને તરુણોને વળગે છે કે તેઓ તેના એડિક્ટ બની જાય છે.
આ ગેમ લોકોની માનસિકતા પર અસર કરે છે અને એટલા માટે જ સૂરત પોલીસ કમીશનરે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે.