16 વર્ષની ઉંમરે પાસ કરી 'મહાપરીક્ષા', PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા

સૌથી નાની ઉંમરે મહાપરીક્ષા પાસ કરનારો પ્રિયવ્રત

માત્ર 16 વર્ષની ઉંમેર તેનાલી પરીક્ષાને પાસ કરનારો પ્રિયવ્રત પહેલો વ્યક્તિ બની ગયો છે

 • Share this:
  નવી દિલ્હી : 16 વર્ષીય પ્રિયવ્રતે 'મહાપરીક્ષા' (Mahapariksha) પાસ કરીને ઈતિહાસ રચી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રવિવારે 'મહાપરીક્ષા' પાસ કરવા માટે પ્રિયવ્રતને શુભેચ્છાઓ પાઠવી. પ્રિયવ્રતે માત્ર 16 વર્ષની ઉંમરે 'મહાપરીક્ષા' પાસ કરી છે અને આવું કરનારો તે સૌથી નાની ઉંમરનો વિદ્યાર્થી બની ગયો છે. મૂળે, 'મહાપરીક્ષા' તેનાલી પરીક્ષાને કહેવામાં આવે છે, જેના 14 સ્તર હોય છે. તેમાં વેદો અને ન્યાયનું અધ્યયન કરવામાં આવે છે. પ્રિયવ્રતે આ અધ્યયન પોતાના પિતાની સાથે કર્યુ અને 14 સ્તરની પરીક્ષામાં સફળતા મેળવી. માત્ર 16 વર્ષની ઉંમેર આવું કરનારો તે પહેલો વ્યક્તિ બની ગયો છે.

  પ્રિયવ્રતની માતા અપર્ણા અને પિતા દેવદત્ત પાટિલ તેની સફળતા પર ગૌરવ અનુભવે છે. પ્રિયવ્રતે વેદ અને ન્યાયની શિક્ષા પોતાના પિતા પાસેથી મેળવી અને વ્યાકરણ મહાગ્રંથની શિક્ષા શ્રી મોહન શર્મા પાસેથી લીધી. શાસ્ત્રોનું અધ્યયન કરનારા વિદ્યાર્થીઓની વર્ષમાં બે વાર 14 સ્તરોવાળી તેનાલી પરીક્ષા લેવામાં આવે છે.

  16 વર્ષના પ્રિયવ્રતની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેની ઉપલબ્ધિ બીજાઓ માટે પ્રેરણાદાયક છે.

  આ પણ વાંચો, ઓરિસ્સાની 27 વર્ષની આદિવાસી યુવતી પાયલોટ બની
  Published by:Mrunal Bhojak
  First published: