ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્વિમ બંગાળમાં ચૂંટણી સભા સંબોધી હતી. પશ્વિમ બંગાળના ઠાકુરનગરમાં વડા પ્રધાન જ્યારે ભાષણ કરી રહ્યાં હતા ત્યારે ભારે ભીડના લીધે ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. આ ભાગદોડ જેવી સ્થિતિના લીધે 16 જણા ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
રેલીમાં ભાગદોડની સ્થિતિ સર્જાતા કેટલીક મહિલાઓ અને બાળકોને ઈજા પહોંચી હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. વડા પ્રધાને તેમના ભાષમાં લોકને ધક્કામુક્કી ન કરવા અને બેરિકેડની અંદર રહેવાનું જણાવ્યું હતું. તેમ છતાં સભામાં આવેલા લોકોએ ખુરશીઓ ઉછાળી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.
ધક્કામુક્કીના પગલે વડા પ્રધાન બીજી સભા સંબોધવા જવાનું હોય તેવું જણાવીને ભાષણ ટુંકાવી નીકળી ગયા હતા. ભાગદોડના કારણે ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓ અને બાળકોને પ્રાથમિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હોવાના પણ અહેવાલ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર