154 પ્રબુદ્ધ નાગરિકોની રાષ્ટ્રપતિને અપીલ, CAA વિરોધના બહાને હિંસા કરનાર પર થાય કાર્યવાહી

પ્રબુદ્ધ નાગરિકોના શિષ્ઠમંડળે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

રાષ્ટ્રપતિને અપીલ કરનાર આ પ્રબુદ્ધ નાગરિકોમાં શીર્ષ સરકારી અને સંવૈધાનિક પદોથી સેવાનિવૃત્ત થયેલા લોકો અને બુદ્ધિજીવી વગેરે સામેલ છે

 • Share this:
  નવી દિલ્હી : દેશના 154 પ્રબુદ્ધ નાગરિકોએ શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind)ને સંશોધિત નાગરિકતા કાનૂન (CAA)અને એનઆરસી(NRC)ના વિરોધના નામ પર હિંસા કરનાર સામે કાર્યવાહી કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓને સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિને અપીલ કરનાર આ પ્રબુદ્ધ નાગરિકોમાં શીર્ષ સરકારી અને સંવૈધાનિક પદોથી સેવાનિવૃત્ત થયેલા લોકો અને બુદ્ધિજીવી વગેરે સામેલ છે.

  પ્રબુદ્ધ નાગરિકોના શિષ્ઠમંડળે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
  કેન્દ્રીય પ્રશાસનિક અધિકરણના અધ્યક્ષ અને સિક્કિમ ઉચ્ચ ન્યાયલયના પૂર્વ મુખ્ય ન્યાયધીશ પ્રમોદ કોહલીના નેતૃત્વમાં એક શિષ્ઠમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને આરોપ લગાવ્યો કે કેટલાક રાજનીતિક તત્વ સંશોધિત નાગરિકતા કાનૂન સામે હિંસક પ્રદર્શનકારીઓને પ્રશ્રય આપી રહ્યા છે અને આ અશાંતિમાં બાહરી આયામ પણ છે.

  જોકે તેમણે સંશોધિત નાગરિકતા કાનૂન, એનપીઆર અને એનસીઆર સામે પ્રદર્શન ભડકાવવાને લઈને કોઈ દળ કે વ્યક્તિનું નામ આપ્યું નથી. પ્રતિનિધિમંડળે કહ્યું કે દ્રેષપૂર્ણ માહોલ ઉભો કરવા માટે કેટલાક સંગઠનોની સમાજમાં વિભાજન ઉભું કરવાની હરકતથી તે ચિંતિત છે. જો આંદોલન શાંતિપૂર્ણ રહે તો લોકોને અસુવિધા થતી નથી, તો આ આંદોલનથી કોઈ વાંધો નથી.

  આ પણ વાંચો - વડાપ્રધાન મોદીએ બાળકોને જણાવ્યું પોતાના ચમકતા ચહેરાનું રહસ્ય

  રાષ્ટ્રપતિને આપ્યું આવેનદપત્ર
  પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ઉચ્ચ ન્યાયલયોના 11 પૂર્વ ન્યાયધીશ, આઈએએસ, આઈપીએસ અને પૂર્વ રાજનયિક સહિત 72 પૂર્વ નોકરશાહ, 56 શીર્ષ પૂર્વ રક્ષા અધિકારીઓ, બુદ્ધિજિવીઓ, એકેડમીક વિદ્ધોનોના હસ્તાક્ષર છે.

  આવેદન પત્રમાં કહ્યું છે કે પ્રબુદ્ધ નાગરિકતા ઇચ્છે છે કે કેન્દ્ર પુરી ગંભીરતાથી આ મામલા પર વિચાર કરે અને દેશની લોકતાંત્રિક સંસ્થાઓની રક્ષા કરે. આવી તાકાતો સામે કાર્યવાહી કરે. સીએએ ભારતીય નાગરિકો પર કોઈ અસર કરતો નથી. જેથી નાગરિકોના અધિકારો અને આઝાદી પર અસર કરવાનો દાવો સાચો નથી.

  આ આવેદનપત્ર પર હસ્તાક્ષર કરનારમાં રાજ્યસભાના પૂર્વ મહાસચિવ યોગેન્દ્ર નારાયણ, કેરળના પૂર્વ મુખ્ય સચિવ સીવી આનંદ બોસ, પૂર્વ રાજદૂત જીએસ ઐયર, પૂર્વ રો પ્રમુખ સંજીવ ત્રિપાઠી, આઈટીબીપીના પૂર્વ મહાનિર્દેશક એસ કે જૈન, દિલ્હી પોલીસના પૂર્વ આયુક્ત આરએસ ગુપ્તા, પૂર્વ સેના ઉપ પ્રમુખ એનએસ મલિક જેવી પ્રમુખ હસ્તીઓ સામેલ છે.
  Published by:Ashish Goyal
  First published: