કોરોનાની ત્રીજી લહેરઃ ટૂંક સમયમાં શરૂ થશે 1500 ઓક્સિજન પ્લાન્ટ, જાણો સમીક્ષા બેઠકમાં PM મોદીએ શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરમાં ઓક્સિજન સપ્લાયને વધારવાની દિશામાં સમીક્ષા બેઠક કરી, જાણો મહત્વ્દની બાબતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરમાં ઓક્સિજન સપ્લાયને વધારવાની દિશામાં સમીક્ષા બેઠક કરી, જાણો મહત્વ્દની બાબતો

 • Share this:
  વિક્રાંત યાદવ, નવી દિલ્હી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)ની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી લહેર (Corona Second Wave) દરમિયાન દેશની મોટાભાગની હૉસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત (Shortage of Oxygen) સર્જાઈ હતી. આવું ભવિષ્યમાં ફરી ન થાય તે માટે સરકાર અત્યારથી જરૂરી પગલાં ભરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે દેશભરમાં ઓક્સિજન સપ્લાયને વધારવાની દિશામાં સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું કામ ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં 1500થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) લાગી રહ્યા છે, જે પીએમ કેર્સ ફંડ (PM Cares Fund) અને વિભિન્ન મંત્રાલયોના સહયોગથી બનાવવામાં આવી રહ્યા છે.

  બેઠક દરમિયાન પીએમ મોદીને જણાવવામાં આવ્યું કે PM Cares Fundના દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં PSA Oxygen Plant લાગી રહ્યા છે. એક વાર આ તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે તો તેના માધ્યમથી ચાર લાખની આસપાસ ઓક્સિજન બેડ ચલાવી શકાશે. વડાપ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યા કે એ સુનિશ્ચિત કરવામાં આવે કે આ પ્લાન્ટ વહેલામાં વહેલી તકે શરુ થઈ જાય અને તેના માટે રાજ્ય સરકારોનો સહયોગ પણ અગત્યનો છે.

  આ પણ વાંચો, WhatsAppએ પ્રાઇવસી પોલિસી પર મારી બ્રેક, જાણો કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં શું કહ્યું

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને એવું પણ કહ્યું કે, તેઓ ઓક્સિજન પ્લાન્ટના મેન્ટેનન્સ અને તેના સંચાલનની ટ્રેનિંગ હૉસ્પિટલોના સ્ટાફને પણ આપવાની વ્યવસ્થા ઊભી કરે. દરેક જિલ્લામાં આ પ્લાન્ટને ચલાવવા માટે પ્રશિક્ષિત લોકો હોવા જોઈએ. અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેનિંગનું મોડ્યૂલ વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને 8 હજાર લોકોને દેશભરમાં તેના માટે ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની વિરુદ્ધ નહીં થાય ‘કઠોર કાર્યવાહી’- કેરળ હાઈકોર્ટ


  ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાને લઈ 23 હજાર કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું હતું. તેમાંથી 15 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને 8 હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકારો આપશે. આવતા વર્ષે માર્ચ પહેલા એટલે કે આગામી નવ મહિનામાં આ રકમને દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધુ સારી કરવા પર ખર્ચ કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: