Afghanistan: કાબુલમાં Airport તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાને કર્યું અપહરણ, મોટાભાગના ભારતીય- રિપોર્ટ

ફાઇલ તસવીર

Indians stuck in Afghanistan: અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય નાગરિક છે. તેમની સાથે અફઘાન નાગરિક અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે.

  • Share this:
    કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan crisis)માંથી ભારત માટે પરેશાન કરતા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International Airport) તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય (150 captured by Taliban) છે. તેમની સાથે અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે. ભારત સરકાર તરફથી આ સમાચાર અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી. વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર આ અંગે માહિતી મેળવી રહી છે.

    તાલિબાને સમાચાર ખોટા ગણાવ્યા

    આ આખો મામલો મીડિયામાં આવ્યા બાદ તાલિબાને આવી કોઈ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે. તાલિબાન પ્રવક્તા અહમદુલ્લા વસીકે અપહરણના સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અહમદુલ્લા વસીકે જણાવ્યું કે, તાલિબાને સુરક્ષિત રીતે બીજા ગેટથી લોકોને અરપોર્ટની અંદર પહોંચાડ્યા હતા.

    તાજા જાણકારી પ્રમાણે જે ભારતીયોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે તેઓ હામિદ કરઝઈ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. તેઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા જ હતા કે તાલિબાનના લડાકૂ તેમને પોતાના ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિએ જણાવ્યું કે, તે પોતાના બાળકો અને પત્ની સાથે એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. જોકે, તે કેમ પણ કરીને તાલિબાનના લડાકૂથી બચીને ભાગી ગયો હતો. તેણે જણાવ્યું કે રાત્રે આશરે એક વાગ્યે તમામ આઠ મિની વાનમાં બેસીને કાબુલ એરપોર્ટ જઈ રહ્યા હતા. તમામ લોકો કાબુલ એરપોર્ટની અંદર પ્રવેશવા જ જઈ રહ્યા હતા કે તાલિબાનના લડાકૂ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે તમામને રોકી લીધા હતા.

    85 નાગરિકો આજે પરત ફરશે

    બીજી તરફ અફઘાનિસ્તાન (Afghanistan Crisis)માં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ છે. શનિવારે ભારતીય વાયુસેનાનું વિમાન સી-130જે કાબુલથી 85 ભારતીયો સાથે ઉડ્યું (IAF aircraft evacuates over 85 Indians from Kabul) છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઇંધણ ભરાવવા માટે વિમાન તાજાકિસ્તાન (Tajikistan) ઉતર્યું છે. ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલમાં હયાત ભારતીય સરકારી અધિકારીઓ મદદ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: તાલિબાનનો ડર: બાથરૂમમાં પુરાયા 16 લોકો, તાલિબાને દરેક ઘરમાં તલાશી અભિયાન શરૂ કર્યું હોવાના અહેવાલ

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આશરે 450 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા (450 Indian stuck in Afghanistan) હોવાની સંભાવના છે. આ તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર અમેરિકા અને અન્ય દૂતાવાસ સાથે મળીને કામ કરી રહ્યું છે. કાબુલ એરપોર્ટ (Kabul airport) સુધી પહોંચવામાં અને દિલ્હીમાં વિમાન લેન્ડ કરવા સુધી અનેક પરેશાની આવી રહી છે. ધ હિન્દુના રિપોર્ટમાં અધિકારીઓના હવેલાથી જણાવવામાં આવ્યું છે કે તાલિબાને કાલુબ પર કબજો કરી લીધા બાદ પણ ઔપચારિક સરકારની રચના નથી થઈ શકી. આથી એ લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: