રાજસ્થાનમાં 150 મિલિયન વર્ષ જૂના ડાયનાસોરના પગના નિશાનની ચોરી થઈ, વૈજ્ઞાનિકો પણ હેરાન

રાજસ્થાનમાં 150 મિલિયન વર્ષ જૂના ડાયનાસોરનાપગના નિશાનની ચોરી થઈ

રાજસ્થાન યુનિવર્સિટીએ 2014માં જુરાસિક સિસ્ટમ (Jurassic system) પર 9મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસનું આયોજન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસનું આયોજનમાં એવી શક્યતા વિશે ચર્ચા કરવામાં આવી હતી કે જે તે સમયે ડાયનાસોર (dinosaurs) રાજસ્થાન(Rajasthan)માં ફરતા હતા.

  • Share this:
નવી દિલ્હી: રાજસ્થાન યુનિવર્સિટીએ 2014માં જુરાસિક સિસ્ટમ (Jurassic system) પર 9મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસનું આયોજન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસનું આયોજનમાં એવી શક્યતા વિશે ચર્ચા કરવામાં આવી હતી કે જે તે સમયે ડાયનાસોર (dinosaurs) રાજસ્થાન(Rajasthan)માં ફરતા હતા. ત્યારબાદ રાજસ્થાનના થાઇયાત ગામ (Thaiyat village) ની પહાડી પર પુરાવા શોધી કાઢવામાં આવ્યા હતા. 20 રિસર્ચકોની એક ટીમએ ડાયનાસોરના પગના નિશાન શોધી કાઢ્યા અને આ દાવાની પુષ્ટિ કરી.

આ ઘટનામાં આશ્ચર્યજનક વળાંક ત્યારે આવ્યો જયારે જ્યાં ડાયનાસોરના પગના નિશાન હતા તે રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા. રાજસ્થાનના થાઇયાત ગામની પહાડી પરથી ગાયબ થયેલા ડાયનાસોરના પગના નિશાન આશરે 150 મિલિયન વર્ષ જૂના હતા.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ આ ચોરી એક મહિના પહેલા થઇ હતી. પરંતુ એ વાત આ ઘટનાને રસપ્રદ બનાવે છે આ ગુમ થયેલા પગના નિશાનની ચોરી વિશે અધિકારીઓને હાલમાં જ જાણવા મળ્યું હતું.

ધીરેન્દ્ર કુમાર પાંડે જે પગના નિશાન શોધવામાં સામેલ રિસર્ચર છે જેમને તેમના એક વિદ્યાર્થી દ્વારા જાણ કરવામાં આવી હતી કે પગના નિશાન હવે તેમના સ્થળે નથી. ધીરેન્દ્ર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે પગના નિશાનની જગ્યાને શોધવા માટે ખુબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે અધિકારીઓ સામે આવી મહાન શોધના રક્ષણ માટે યોગ્ય પગલાં ન લેવા બદલ નિરાશા પણ વ્યક્ત કરી હતી.

જેસલમેરમાં ભૂગર્ભજળ વૈજ્ઞાનિક નારાયણ દાસ ઈંખીયાએ દૈનિક ભાસ્કરને કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કે આ પગના નિશાનો ગાયબ થઈ ગયા છે. સાત વર્ષ પહેલા જ્યારે પગના નિશાન મળ્યા ત્યારે હું ટીમમાં હતો. આ વિસ્તારના વહીવટી અધિકારી આશિષ મોદી પણ આ ઘટનાથી અજાણ છે. આટલી મોટી શોધ ગાયબ થઈ ગઈ છે, અને તેને તાત્કાલિક તપાસની જરૂર છે.

ભારત સહિત આઠ દેશોમાં થયેલી દુર્લભ શોધોમાં પગના નિશાન હતા. ત્રણ જાડી આંગળીવાળી પ્રિન્ટ લગભગ 30 સેમી લાંબી હતી અને સૂચવે છે કે તે ડાયનાસોરની ઉંચાઈ લગભગ ત્રણ મીટર હતી. રિસર્ચકોના વિશ્લેષણ મુજબ, યુબ્રોન્ટસ ઉત્પત્તિ થેરોપોડ્સની હતી.

આ પણ વાંચો: Corona: બ્રિટને Covishield વેક્સીનને આપી મંજૂરી, નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર

રિસર્ચકોના જણાવ્યા મુજબ, આજુબાજુના પ્રદેશોમાં અન્ય ઘણા પગના નિશાન છે પરંતુ પહાડીઓમાં છુપાયેલા છે, ફક્ત બે જ પગના નિશાનો અહીં હતા જે હવે ગાયબ થઇ ચુક્યા છે.
Published by:kuldipsinh barot
First published: