Home /News /national-international /સરકારી સ્કુલમાં રૂમ બંધ કરીને 150 બાળકોને બળજબરીથી વેક્સિન અપાઈ, 50ની તબિયત બગડી

સરકારી સ્કુલમાં રૂમ બંધ કરીને 150 બાળકોને બળજબરીથી વેક્સિન અપાઈ, 50ની તબિયત બગડી

વાલીઓએ શિક્ષકો પણ બળજબરી કરવામાં સામેલ હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

આરોગ્ય વિભાગ અને શાળા પ્રશાસનની મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોને શાળાનો દરવાજો બંધ કર્યા બાદ બળજબરીથી રસી પીવડાવવામાં આવી હતી. રસીના ડોઝ પછી 50 થી વધુ બાળકોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક સ્થાનિક CSCમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે અમારી પરવાનગી વગર બાળકોને રસી કેમ અપાઈ, જ્યારે બાળકોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે તેમને માર મારવામાં આવ્યો અને પછી રસીનો ડોઝ લગાવવામાં આવ્યો, જેના કારણે તેમની તબિયત બગડી છે.

વધુ જુઓ ...
    અલીગઢ: આરોગ્ય વિભાગ અને શાળા પ્રશાસનની મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોને શાળાનો દરવાજો બંધ કર્યા બાદ બળજબરીથી રસી પીવડાવવામાં આવી હતી. રસીના ડોઝ પછી 50 થી વધુ બાળકોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક સ્થાનિક CSCમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે અમારી પરવાનગી વગર બાળકોને રસી કેમ અપાઈ, જ્યારે બાળકોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે તેમને માર મારવામાં આવ્યો અને પછી રસીનો ડોઝ લગાવવામાં આવ્યો, જેના કારણે તેમની તબિયત બગડી છે.

    150 બાળકોને બળજબરીથી રસી અપાઈ

    આ મામલો નાગલા પ્રાથમિક શાળાનો છે. અહીં શાળાનો ગેટ બંધ કરીને 150 બાળકોને બળજબરીથી રસી આપવામાં આવી હતી, ત્યારબાદ 50 જેટલા બાળકો અચાનક બીમાર પડ્યા હતા. તેમને છર્રા વિસ્તારના CSCમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોનો આરોપ છે કે શાળાના શિક્ષકોએ બાળકોને બળજબરીથી રૂમમાં બંધ કરી દીધા અને માર માર્યો. તે પછી ડોઝ આપવામાં આવ્યો. ડોઝ લીધા પછી મોટાભાગના બાળકોને ઉલ્ટી, ઝાડા અને તાવ આવવા લાગ્યો. ત્યારબાદ વાલીઓએ તેમના બાળકોને સ્થાનિક સીએચસીમાં દાખલ કરાવ્યા. બીજી તરફ પરિવારના સભ્યોની વાત માનીએ તો તેઓનો આરોપ છે કે શાળા પ્રશાસને બાળકોને આપવામાં આવનારા ડોઝ વિશે જાણ કરી નથી. આ સિવાય ડોક્ટરે પણ આ અંગે જાણ કરી નથી.

    આ પણ વાંચો: ભારતની પહેલી નોઝલ કોરોના વેક્સિનને DCGIની મંજૂરી

    સત્તાધીશો સામે પગલા લેવા જોઈએ

    પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે દાડોન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગલા નાઈની સરકારી પ્રાથમિક શાળામાં 150 બાળકોને બળજબરીથી રસી આપવામાં આવી હતી. તે પછી બાળકોની તબિયત લથડી હતી, બાદમાં તેમને તાત્કાલિક સ્થાનિક CSCમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મોટી બેદરકારી શાળા પ્રશાસન અને આરોગ્ય વિભાગની છે. સત્તાધીશોએ આ લોકો સામે પગલાં લેવા જોઈએ.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Aligarh, Children, Corona Vaccination in India

    विज्ञापन
    विज्ञापन