ચમકી તાવમાં 150 ગરીબ બાળકોના મોત, નાગપુર યુનિમાં નાસ્તાનું બીલ રૂ. 1.5 લાખ

News18 Gujarati
Updated: June 28, 2019, 4:01 PM IST
ચમકી તાવમાં 150 ગરીબ બાળકોના મોત, નાગપુર યુનિમાં નાસ્તાનું બીલ રૂ. 1.5 લાખ
બિહારમાં ચમકી તાવના કારણે ગરીબ બાળકોનાં મોત થઈ રહ્યા છે, જ્યારે નાગપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ 1.5 લાખ રૂપિયાનું નાસ્તાનું બિલ મૂક્યું છે.

એક બાજુ બિહારમાં ચમકી તાવના કારણે ગરીબ અને પછાત પરિવારના બાળકો સારવારના અભાવે મરી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ મીડિયા અહેવાલો મુજબ નાગપુર યુનિવર્સિટીમાં 3 લોકોની બેઠકોનો ચા-નાસ્તાનો ખર્ચ 3 લાખ રૂપિયા થયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બિહારમાં ચમકી તાવના કારમે મુઝ્ઝફરપુર જિલ્લામાં 150 જેટલા બાળકોના મોત થયા છે. ગરીબી અને પૈસાના અભાવે પૂરતી સારવારના ન કરાવી શકાનારા આ બાલકોના વાલીઓ વલોપાત કરી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ દેશની નાગર યુનિર્સિટીમાં બોર્ડ ઑફ સ્ટડીસની ત્રણ સભ્યોની કમિટીએ ચા-નાસ્તાનું બીલ 1.5 લાખ રૂપિયા મૂક્યું છે. આ દેશની બે વરવી વાસ્તવિકતા છે, જેમાં એક ગરીબના બાળકોને પૂરતી સારવાર પોષણ નથી મળતું જેના કારણે તે ગંભીર બિમારીમાં સપડાય છે અને બીજી બાજુ સરકારી ખર્ચે ચાલતી યુનિવર્સિટીમાં 1.5 લાખ રૂપિયાની નાસ્તાની જીયાફતો માણવામાં આવે છે.

આ પણ વાંચો :  RAW, આઈબી, NSGની સહિતની 8 એજન્સીઓ પર 1984 બેચનું રાજ

મીડિયા અહેવાલ મુજબ નાગપુર યુનિવર્સિટીની બોર્ડ ઑફ સ્ટડીસના ત્રણ લોકો બે દિવસમાં 99 કપ ચા, 25 કપ કોફી પીધી અને નાસ્તા કર્યા અને રૂપિયા 1.5 લાખનું બિલ મૂક્યું.આ બિલ જ્યારે વાઇસ ચાન્સેર પાસે મંજૂર થવા માટે પહોંચ્યું તો તેમણે બિલ પાસ કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને નાણા વિભાગને તપાસના આદેશ આપ્યા હતા. સત્તાધીશોએ બિલ સાચું છે તેની ખાતરી કરવા માટે સ્પષ્ટીકરણ માંગ્યું છે.

આ પણ વાંચો : 48 કલાક ભારે વરસાદની આગાહી ; વડોદરામાં વીજળી પડતા એકનું મોત, પાંચ દાઝ્યા

બિલ સાબીત કરો
બોર્ડ ઑફ સ્ટડીસે મૂકેલા બિલ બદલ યુનિવર્સિટીએ ખુલાસો માંગ્યો છે કે 3 માણસો બે દિવસમાં એવું તો શું ખાધું પીધું કે રૂપિયા 1.5લાખનો ખર્ચ થયો? વીસીના જણાવ્યા મુજબ આ બેઠક ગત મહિને યોજાઈ હતી. યુનિવર્સિટીએ ત્રણે અધ્યાપકોને જણાવ્યું છે કે તે યુનિવર્સિટીને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સાબિત કરી આપે.
First published: June 28, 2019
વધુ વાંચો
अगली ख़बर