Home /News /national-international /

15 વર્ષના કિશોરને KGF ના રોકી ભાઈ બનવાનું ચઢ્યું ઝનૂન, એટલી બધી સિગારેટ પીધી કે પહોંચી ગયો હોસ્પિટલમાં

15 વર્ષના કિશોરને KGF ના રોકી ભાઈ બનવાનું ચઢ્યું ઝનૂન, એટલી બધી સિગારેટ પીધી કે પહોંચી ગયો હોસ્પિટલમાં

અભિનેતા યશ (Yash)સ્ટારર કેજીએફ 2 (KGF Chapter 2) ખૂબ સફળ રહી છે

Rocky Bhai KGF - કેજીએફ ચેપ્ટર 2 ના પાત્ર રોકી ભાઈથી પ્રેરિત થઈ વિદ્યાર્થીએ એટલી બધી સિગારેટ પીધી કે પરિવારના સભ્યોએ તેને ડૉક્ટર પાસે લઈ જવો પડ્યો

નવી દિલ્હી : અભિનેતા યશ (Yash)સ્ટારર કેજીએફ 2 (KGF Chapter 2) ખૂબ સફળ રહી છે. બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ખાસ કરીને ફિલ્મના મુખ્ય પાત્ર રોકી ભાઈ (Rocky Bhai KGF)નો કેજીએફને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. આ દરમિયાન આ પાત્ર સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

કેજીએફ ચેપ્ટર 2 (KGF)જોયા પછી 15 વર્ષના વિદ્યાર્થીને રોકી ભાઈ બનવાનું એવું ભૂત ચડી ગયું કે તે રોકીભાઈ બનવાના ચક્કરમાં હોસ્પિટલ પહોંચી ગયો છે. કેજીએફ ચેપ્ટર 2 ના પાત્ર રોકી ભાઈથી પ્રેરિત થઈ વિદ્યાર્થીએ એટલી બધી સિગારેટ પીધી કે પરિવારના સભ્યોએ તેને ડૉક્ટર પાસે લઈ જવો પડ્યો છે. તબિયત બગડ્યા બાદ વિદ્યાર્થીને હૈદરાબાદની બંજરાહિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સિગારેટ પીધા બાદ વિદ્યાર્થીને ગળામાં અસહ્ય દુ:ખાવો થવા લગતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

1 પેકેટ સિગરેટ પીધી

વિદ્યાર્થીના પરિવારજનોએ જણાવ્યું કે, સિગારેટના કારણે તેને ગળામાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં પલ્મોનોલોજિસ્ટ ડૉ. રોહિત રેડ્ડીએ જણાવ્યું કે વધુ સિગારેટ પીવાના કારણે તેની સાથે આવું બન્યું છે. કિશોરે કહ્યું કે, તેણે કેજીએફના રોકી ભાઈથી પ્રેરાઈને 2 દિવસમાં સિગારેટનું બોક્સ પીધું હતું. તે પછી તેની સાથે આવું થયું છે.

આ પણ વાંચો - હૈદરાબાદ ગેંગરેપ કેસ : પોલીસે 5 આરોપીઓની ઓળખ કરી, 3 સગીર પણ સામેલ

ફિલ્મોનો પડી રહ્યો છે ખોટો પ્રભાવ

ડો.રેડ્ડીએ કહ્યું કે ફિલ્મોની રંગીન દુનિયાની સૌથી ખરાબ અસર બાળકોના જીવન પર પડે છે. બાળકો પહેલા ફિલ્મ જુએ છે અને પછી પાત્રોથી પ્રભાવિત થાય છે અને તેમની નકલ કરવાનું શરૂ કરે છે. બાળકોનું આ પગલું ક્યારેક તેમનો જીવ જોખમમાં મૂકે છે. ડોક્ટરે કહ્યું કે ફિલ્મ નિર્દેશકોએ ફિલ્મોમાં એવી વસ્તુઓ ન બતાવવી જોઈએ જેનાથી બાળકો પર ખરાબ અસર પડે અને તેમનું ભવિષ્ય બગડે.

અહી ઉલ્લેખનીય છે કે, એક અભ્યાસમાં સામે આવ્યું છે કે બોલિવૂડની ફિલ્મોમાં બે દાયકાથી વધુ સમયથી આલ્કોહોલ, સિગરેટ અને ફાસ્ટ ફૂડનું વધુ સેવન બતાવવામાં આવી રહ્યું છે, જેની બાળકો પર તેની ખરાબ અસર પડી રહી છે.
First published:

Tags: KGF 2, KGF Chapter 2

આગામી સમાચાર