Home /News /national-international /Video: 15 વર્ષની પ્રાર્થના આંખો બંધ કરીને વાંચી શકે છે, કલર અને નંબર પર ઓળખી શકે છે!

Video: 15 વર્ષની પ્રાર્થના આંખો બંધ કરીને વાંચી શકે છે, કલર અને નંબર પર ઓળખી શકે છે!

આંખ બંધ કરીને વાંચી રહેલી પ્રાર્થના.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં PWD કૉલોનીમાં રહેતી પ્રાર્થનાએ આંખો પર પટ્ટી બાંધીને વાંચવામાં મહારથ મેળવી લીધી છે.

    દીપ શ્રીવાસ્તવ, શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શારજહાંપુર (Shahjahanpur)માં 15 વર્ષની છોકરી પ્રાર્થના આંખો બંધ રાખીને વર્તમાનપત્ર વાંચી લે છે. તમે વિચારમાં પડી ગયા હશો! ધોરણ-10ની વિદ્યાર્થિનીની આવી આવડતને કારણે તમામ લોકો હેરાન છે. એટલું જ નહીં દિમાગની અદભૂત ક્ષમતાને કારણે તે આંખો બંધ રાખીને નંબર અને કલર પણ ઓળખી કાઢે છે. એટલું જ નહીં, પ્રાર્થનાએ થોડા જ સમયમાં 14 ભાષા શીખીને રેકૉર્ડ બનાવ્યો છે. આખા શાહજહાંપુરમાં પ્રાર્થના લોકોની વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.

    શાહજહાંપુરમાં PWD કૉલોનીમાં રહેતી પ્રાર્થનાએ આંખો પર પટ્ટી બાંધીને વાંચવામાં મહારથ મેળવી લીધી છે. છેલ્લા 10 વર્ષથી તેણી સતત પોતાની બૌદ્ધિક ક્ષમતાઓના માધ્યમથી આંખો બંધ કરીને ફક્ત વર્તમાનપત્ર કે પુસ્તક વાંચવા ઉપરાંત કલર અને નંબર પણ ઓળખી કાઢે છે. એટલું જ નહીં, તેના હાથ પર કોઈ વસ્તુ મૂકો તો તે સરળતાથી ઓળખી લે છે. પ્રાર્થના કહે છે કે તેણીને આ અદભૂત શક્તિ મિડ બ્રેન એક્ટિવેશન દ્વારા મળી છે.

    હકીકતમાં પ્રાર્થનાને આ તાલિમ તેના માતાપિતાએ જ આપી છે. જાપાની ટેક્નિક મિડ બ્રેન એક્ટિવેશન મારફતે તેણીએ 15 ભાષાનું જ્ઞાન પણ થોડા જ દિવસોમાં મેળવી લીધું છે. હવે તેણી દરેક ભાષાને સરળતાથી વાંચીને લોકોને આશ્ચર્યચક્તિ કરી દે છે. જ્યારે બ્રેનના વિકાસથી તેણીએ લોકોની અંદર છૂપાયેલી અદભૂત પ્રતિભાઓને જાણવાની ક્ષમતા મેળવી લીધી છે. પ્રાર્થના શાહજહાંપુરની ચમત્કારી છોકરી બની ગઈ છે.

    શું છે મિડ બ્રેન એક્ટિવેશન ટેક્નિક

    હકીકતમાં મિડ બ્રેન એક્ટિવેશન એવી ટેક્નિક છે જે દરેક જાપાની બાળકને શીખવવામાં આવે છે. જેનાથી દરેક બાળકનું દિમાગ શરૂઆતથી જ તેજ બને. જોકે, ભારતમાં આ ટેક્નિકનો વિકાસ હજુ સુધી થઈ શક્યો નથી. પ્રાર્થનાના માતાપિતા સ્કૂલોમાં પોતાની સેવા આપીને બાળકોના બ્રેનના વિકાસની પહેલ કરી ચુક્યા છે. પ્રાર્થનાના પિતા પુનીત અને માતા ઉપમા ભટનાગર કહે છે કે, જો બાળકોને આ ટેક્નિક શીખવવામાં આવે તો આપણા બાળકો પણ દેશનું નામ રોશન કરી શકે છે." isDesktop="true" id="1041530" >

    બીજી તરફ પ્રાર્થનાની શક્તિ વિશે જાણ્યા બાદ ડીએમ ઇન્દ્ર વિક્રમ સિંહે તેણીને પોતાની ઓફિસમાં બોલાવી હતી અને તેની શક્તિ વિશે જાણ્યું હતું. ડીએમ ઇન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, બાળકીએ પોતાની બ્રેન શક્તિ બતાવી હતી. તેણીએ અનેક ભાષાની જાણકારી આપી હતી. મેં તેને એક જાહેરનામું વાંચવા માટે આપ્યું તો તેણીએ આંખો પર પટ્ટી બાંધીને ભૂલ વગર તેને વાંચી બતાવ્યું હતું. બાળકીને તેના પિતાએ આ દીક્ષા આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ઉત્તરપ્રદેશ, છાત્ર, છોકરી, જાપાન

    विज्ञापन
    विज्ञापन