ઉજ્જૈન : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain)15 વર્ષની સગીર યુવતીનું (Minor Girl)હોટલ હાઇલાઇટના ત્રીજા માળેથી પડી જવાના કારણે મોત થયું છે. યુવતી 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આ મહિનાની 4 તારીખે બોયફ્રેન્ડ મેલ્વિંગ જોર્જ સાથે ભાગી ગઇ હતી. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસને (Police)હોટલના રૂમમાંથી આપત્તિજનક સામગ્રી પણ મળી છે. પોલીસે આ મામલે હોટલ માલિક, યુવતીના બોયફ્રેન્ડ અને તેના મિત્રની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સીસીટીવીમાં ફૂટેજમાં રવિવારે રાત્રે 11.48 કલાકે એક યુવતી પડતી જોવા મળી રહી છે. જાણકારી પ્રમાણે યુવતી ઉજ્જૈનના બુધવારિયા ક્ષેત્રમાં રહેતી હતી. યુવતીના પિતાએ કહ્યું કે 4 સપ્ટેમ્બરે મામલો ગરમાયો હતો. તે દિવસે તેમની ઘરની પાસે રહેતા મેલ્વિંગ જોર્જ નામનો યુવક પુત્રીને લઇ ગયો હતો. તેની સૂચના પોલીસમાં આપવા જઈ રહ્યા હતા તે સમયે યુવકના માતા-પિતા ઘરે આવ્યા હતા. તેમણે બંનેના લગ્નની વાત કરીને સ્ટેશનમાં ફરિયાદ લખાવવાથી અટકાવી દીધા હતા. બીજી તરફ પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણ થતા જ હોટલ માલિક અને બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. હોટલના CCTV કેમેરા પણ જપ્ત કરવામાં આવ્યા છે. યુવતી છત પરથી જાતે કુદી કે તેને જાણી જોઈને ધક્કો માર્યો છે તે મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઉજ્જૈનમાં ગુનોખોરી વધી રહી છે. થોડા સમય પહેલા જ એક બર્બર વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે એક પતિ નારિયળના કટરથી પત્ની પર પ્રહારો કર્યા હતા. પતિને પત્નીના ચરિત્ર પર શંકા હતા. લોકોએ પતિને રોકવાનો પ્રયત્ન કર્યો હત પણ તે અટક્યો ન હતો. મહિલાને ઇજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર