મુંબઈ : ફ્લેટના ટેરેસ પર કપડા સુકવવા ગયેલી 15 વર્ષીય છોકરીએ લગાવી મોતની છલાંગ

મુંબઈ : ફ્લેટના ટેરેસ પર કપડા સુકવવા ગયેલી 15 વર્ષીય છોકરીએ લગાવી મોતની છલાંગ
પ્રતિકાત્મક તસવીર

એ વાત બહાર આવી છે કે, મૃતક યુવતી આત્મહત્યા કરતા પહેલા સોસાયટીના ચેરમેનના ઘરે ગઈ હતી અને ચેરમેનની પત્ની પાસે ટેરેસની ચાવી માંગી

  • Share this:
    મુંબઈ : મુંબઇના દાદર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 15 વર્ષની તરૂણીએ મકાનની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ, ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. આ કેસમાં મુંબઈ પોલીસે અકસ્માતે મોત નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

    મુંબઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જઇ તપાસ શરૂ કરી હતી, પરંતુ આપઘાત પાછળનું કોઈ ખાસ કારણ હજુ જાણવા નથી મળ્યું. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળેથી કોઈ પણ જાતની સ્યુસાઇડ નોટ પણ મળી નથી, જેથી યુવતીએ આત્મહત્યા જેવા પગલા કેમ લીધા તે જાણી શકાયું નથી.



    આ પણ વાંચોકરૂણ અકસ્માત: 'જાનૈયાઓને નાસ્તો પહોંચાડવા જતો હતો', બહેનના લગ્નના દિવસે જ ભાઈનું મોત

    મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં એ વાત બહાર આવી છે કે, મૃતક યુવતી આત્મહત્યા કરતા પહેલા સોસાયટીના ચેરમેનના ઘરે ગઈ હતી અને ચેરમેનની પત્ની પાસે ટેરેસની ચાવી માંગી હતી અને કહ્યું હતું કે તેને કપડા સુકવવા ટેરેસની ચાવી જોઈએ છે. ચેરમેનની પત્નીએ તેને ચાવી આપી હતી, ત્યારબાદ તેણે ટેરેસ પર જઇને આત્મહત્યા કરી લીધી છે.

    આ પણ વાંચોમોરબી : પત્નીએ પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિની કરી હત્યા, કેવી રીતે થયો પર્દાફાશ?

    આ કેસમાં મુંબઇ પોલીસ સતત યુવતીના પરિવારના સભ્યો અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં, મુંબઇ પોલીસ આ કેસમાં અન્ય તમામ ખૂણાઓની પણ તપાસ કરી રહી છે, જેથી આત્મહત્યા પાચળનું કારણ શોધી શકાય.
    Published by:kiran mehta
    First published:March 07, 2021, 15:56 pm

    ટૉપ ન્યૂઝ