Home /News /national-international /15-18 Age Vaccination Update: 15-18 વયજૂથના લોકોને આજથી મળશે વેક્સીન, જાણો રસીકરણ સાથે જોડાયેલી 10 મુખ્ય બાબતો
15-18 Age Vaccination Update: 15-18 વયજૂથના લોકોને આજથી મળશે વેક્સીન, જાણો રસીકરણ સાથે જોડાયેલી 10 મુખ્ય બાબતો
ભારતમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે.
15-18 Age Vaccination: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ દેશવાસીઓને બાળકોના રસીકરણ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બાળકો સુરક્ષિત છે, તો દેશનું ભવિષ્ય સુરક્ષિત છે.
નવી દિલ્હી. ભારતમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. અહેવાલ છે કે, કોરોના વાયરસ (Coronavirus) મહામારી સામેના યુદ્ધમાં રસી મેળવવા માટે 8 લાખથી વધુ કિશોરોએ સોમવારે (સવારે 5:45 વાગ્યા સુધીમાં) કોવિન પોર્ટલ (CoWin) પર નોંધણી કરાવી હતી. દરેકને કોવેક્સિન આપવામાં આવશે. દેશમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને લગભગ એક વર્ષ વીતી ગયું છે. દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ થયું હતું. એક જ દિવસમાં દેશમાં 40 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ દેશવાસીઓને બાળકોને રસી અપાવવાની અપીલ કરી હતી. તેમણે શનિવારે ટ્વિટ કર્યું હતું કે, 'બાળકો સુરક્ષિત છે, તો દેશનું ભવિષ્ય સુરક્ષિત છે! નવા વર્ષ નિમિત્તે આજથી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોના કોવિડ 19 રસીકરણ માટે COWIN પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી રહી છે. હું કુટુંબના સભ્યોને રસીકરણ માટે પાત્ર બાળકોની નોંધણી કરાવવા વિનંતી કરું છું.’
કિશોરોના રસીકરણને લગતી 10 મહત્વનીબાબતો-
1. શાળાઓ સાથે પરામર્શ કર્યા પછી શરૂ થયેલી રસીકરણ ઝુંબેશ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં યોજવામાં આવી રહી છે.
2. મોટી સંખ્યામાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગ કરવામાં આવશે. કોવિન પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં (સવારે 5:45 વાગ્યે) 15-18 વર્ષના બાળકોની 8,01,451 નોંધણી કરવામાં આવી છે.
3. 2007 અને તે પહેલાં જન્મેલા લોકો રસીકરણ માટે પાત્ર છે.
4. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે માત્ર કિશોરોને જ કોવેક્સીન આપવામાં આવશે અને રસીના વધારાના ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે.
5. 25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
6. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને 10 જાન્યુઆરીથી રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
7. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે સરકારે આ અભિયાનને મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
8. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલી શાળાઓમાં બાળકો અને કિશોરોને ચેપ લાગ્યો હોવાના અહેવાલો હતા. ઘણી રેસિડેન્ટ સ્કૂલ અને કોલેજ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓ જોવા મળ્યા હતા.
9. હાલમાં કોરોના વાયરસ સામેના યુદ્ધમાં બૂસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
10. કોર્બિવેક્સ અને કોવોવેક્સને મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર