15-18 Age Vaccination Update: 2 દિવસમાં 84 લાખ કિશોરોને રસીનો પહેલો ડોઝ અપાયો, ગુજરાત ટોપ પર
15-18 Age Vaccination Update: 2 દિવસમાં 84 લાખ કિશોરોને રસીનો પહેલો ડોઝ અપાયો, ગુજરાત ટોપ પર
ભારતમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે.
15-18 Age Vaccination Update: અત્યારસુધીમાં 98.9 લાખ કિશોરોએ વેક્સીનેશન માટે રજિસ્ટર કરાવ્યું છે. આ વયજૂથના રસીકરણ બાબતે ગુજરાત (11 લાખ) અને મધ્ય પ્રદેશ (10 લાખ) અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે.
નવી દિલ્હી. 3જી જાન્યુઆરીથી દેશમાં 15-18 વયના કિશોરોની રસીકરણની પ્રક્રિયા શરુ થઈ છે. 4 જાન્યુઆરી મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં આશરે 84.4 લાખ કિશોરોને રસીનો પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે અને બહુ જલ્દી આ આંકડો 1 કરોડને વટાવી જશે.
રસીકરણના પ્રથમ દિવસે સોમવારે લગભગ 42 લાખ કિશોરોનું રસીકરણ થયું હતું અને બીજા દિવસે પણ એટલી જ સંખ્યામાં વેક્સીનેશન થયું છે. એક અહેવાલ મુજબ સરકાર આવનારા 15-20 દિવસમાં 85-90% કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
આરોગ્ય મંત્રાલયના અનુમાન મુજબ 15-17 એજગ્રુપમાં આશરે 7.4 કરોડ કિશોરો છે. સરકાર દરેક વયજૂથમાં રસીકરણનું કવરેજ વધારવાની યોજના ધરાવે છે. 15-17 વયના રસીકરણમાં વર્તમાનમાં ફક્ત કોવેક્સિન રસીને મંજૂરી મળી છે.
અત્યારસુધીમાં 98.9 લાખ કિશોરોએ વેક્સીનેશન માટે રજિસ્ટર કરાવ્યું છે. 15-17 વયજૂથના રસીકરણ બાબતે ગુજરાત (11 લાખ) અને મધ્ય પ્રદેશ (10 લાખ) અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. તો આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પણ વેક્સીનેશનના નોંધપાત્ર આંકડા સામે આવ્યા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 4.5 લાખ, મહારાષ્ટ્રમાં 4.4 લાખ અને બિહારમાં 4.3 લાખ જેટલા પહેલા ડોઝ આપવામાં આવ્યા છે. દિલ્હીમાં 54,250 તો પશ્ચિમ બંગાળમાં 2.8 ટીનેજરોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. યુવાનોના ઉત્સાહને પગલે મંગળવારે દૈનિક રસીકરણનો આંકડો 95.6 લાખ સુધી પહોંચ્યો હતો.
સરકાર રસીકરણ મામલે 15-17 વયજૂથને પ્રાથમિકતા આપવા માગે છે કારણકે બાળકોમાં અત્યારસુધીમાં કોરોનાને લીધે થયેલા 75% મૃત્યુ આ વયજૂથમાં જોવા મળ્યું છે. સરકારના નિષ્ણાતો ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના વેરિઅન્ટ ઓમીક્રોનને લઈને પણ વિચાર-વિમર્શ કરી રહ્યું છે, કારણકે તે બાળકોમાં ફેલાઈ રહ્યો છે અને તેનાથી ઘરના વડીલો સંક્રમિત થવાનું જોખમ છે.
કિશોરોના રસીકરણની પ્રક્રિયાથી સંક્રમણ ઘટશે અને શિક્ષણમાં અવરોધ દૂર થશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલી શાળાઓમાં બાળકો અને કિશોરોને ચેપ લાગ્યા હોવાના અહેવાલો હતા. ઘણી રેસિડેન્ટ સ્કૂલ અને કોલેજ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓ જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને 10 જાન્યુઆરીથી રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર