Home /News /national-international /Maharashtra News: દેવગઢ પોર્ટથી 15 માઇલ દૂર મધદરિયે બોટમાં આગ લાગી, બે માછીમાર ઇજાગ્રસ્ત

Maharashtra News: દેવગઢ પોર્ટથી 15 માઇલ દૂર મધદરિયે બોટમાં આગ લાગી, બે માછીમાર ઇજાગ્રસ્ત

દેવગઢ પોર્ટ નજીક બોટમાં આગ લાગી

મહારાષ્ટ્રના રત્નાગિરી નજીક દેવગઢ પોર્ટમાં એક દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરી રહેલી બોટમાં મધદરિયે આગ લાગી હતી. જેને લઈને માછીમારોના જીવ જોખમમાં મૂકાયા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
મુંબઈઃ મહારાષ્ટ્રના રત્નાગિરી નજીક દેવગઢ પોર્ટમાં એક દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરી રહેલી બોટમાં મધદરિયે આગ લાગી હતી. જેને લઈને માછીમારોના જીવ જોખમમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બે માછીમારો ઇજાગ્રસ્ત થયા


મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના વલસાડના દરિયાકિનારા પાસે મહારાષ્ટ્રમાં આવેલા દેવગઢ પોર્ટ નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં પોર્ટથી 15 નોટિકલ માઇલ દૂર એક બોટ મધદરિયે ભડકે બળતી જોવા મળી હતી. આ ઘટનામાં માછીમારી કરી રહેલા અનેક માછીમારોના જીવ જોખમમાં મૂકાયા હતા. તેમાંથી બે માછીમારો ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોઃ કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારની રાજ્ય સરકારને નવી સૂચના

ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો


આ ઘટનાની જાણ થતાં જ આસપાસ માછીમારી કરી રહેલા માછીમારો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. ભારે જહેમત બાદ બોટમાં લાગેલી આગ પર માછીમારીઓ કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક બંને ઇજાગ્રસ્ત માછીમારોને સારવાર માટે દેવગઢની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
First published:

Tags: Fire Accident, Maharashtra News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો