Video : 15 ફૂટ લાંબો કોબરાને જોઇને તેને પકડનાર પણ શ્વાસ અધ્ધર થઇ ગયા

News18 Gujarati
Updated: May 26, 2020, 1:25 PM IST
Video : 15 ફૂટ લાંબો કોબરાને જોઇને તેને પકડનાર પણ શ્વાસ અધ્ધર થઇ ગયા
કોબરા સાપ

  • Share this:
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ (VisakhaPatnam)માં સોમવારે એક 15 ફૂટ લાંબા કોબરા (Cobra)નો રેસ્ક્યૂ કરવામાં આવ્યો. તેને રહેણાંક વિસ્તારથી પકડીને જંગલમાં છોડવામાં આવ્યો. સમાચાર એજન્સી ANI જાણકારી આપી કે કોબારા સાપ જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. સોમવારે વિશાખાપટ્ટનમના તામગુદાપલ્લી ગામથી તેને પકડવામાં આવ્યો. વન વિભાગના અધિકારીઓએ તેને ચેરુકુપલ્લી રિઝર્વ ફોરેસ્ટમાં છોડ્યો છે. જો કે સામાન્ય રીતે આ 10 ફૂટના કોબારા આ વિસ્તારમાં ક્યારેક જોવા મળી જતા હોય છે. પણ 15 ફૂટનો કોબરા ભાગ્યેજ જોવા મળે છે. માટે જ સોમવારે તામગુદાપલ્લીના ગામના લોકોએ આ વિશાળ કોબરાને જોઇને તેને પકડવા માટે વન વિભાગની ટીમને બોલાવી.

કારણ કે આટલા લાંબા અને વિશાળ સાપને પકડવું સામાન્ય લોકોના બસની વાત નથી. તે પછી વન વિભાગની ટીમે અને એક એનજીઓએ સાથે ગામમાં પહોંચી કોબરાને બચાવ્યો. જો કે આટલા લાંબા સાપને જોઇને અહીંના લોકો ભયભીય થઇ ગયા હતા. જો કે વન વિભાગની ટીમે સાપનો રેસ્ક્યૂ કરતા અહીંના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં સાપ, અજગર અને કોબારાના આ પ્રકારના વીડિયો ખૂબ જ શેર થાય છે. સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બાલ્ટીથી કોબરાને નવડાવી રહ્યો છે. ગરમીના લીધી પાણી સાપ તેના પાણી પી પણ રહ્યો છે.

આ વીડિયો સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોવાય છે કે કોબરા ગર્મીમાં નળ પાસે બેઠો છે. અને એક વ્યક્તિ ડોલ ભરી ભરીને તેના માથા પર નાંખી છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
First published: May 26, 2020, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading