Delhi Crime News: દિલ્લી એરપોર્ટ (Delhi Airport) પર પણ આવો એક મામલો સામે આવ્યો છે, જ્યાં એજન્સીએ પોતાની ફરજ નિભાવી છે. આ મામલો કરોડો રૂપિયાના હાઈ ક્વોલિટીનો હેરોઈન (Heroin Smuggling) જપ્ત કરવાનો છે.
નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાના કેફી પદાર્થ પકડાય છે. એજન્સીઓ વિદેશથી આવતા સોના અને ડ્રગ્સના દાણચોરો (Smugglers of gold and drugs)ને પકડવા માટે પૂરી તકેદારી અને ખંતપૂર્વક કામ કરતી હોય છે. દાણચોરી કરતા અને તેની સાથે સંકળાયેલા લોકો એજન્સીઓની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ પોતાની બધી જ હોંશિયારી વાપરવા છતા પણ આવા લોકો એજન્સી અને તેમના અધિકારીઓની નજરથી છટકી કે બચી શકતા નથી.
તાજેતરમાં જ દિલ્લી એરપોર્ટ પર પણ આવો એક મામલો સામે આવ્યો છે, જ્યાં એજન્સીએ પોતાની ફરજ નિભાવી છે. આ મામલો કરોડો રૂપિયાના હાઈ ક્વોલિટીનો હેરોઈન (Heroin Smuggling) જપ્ત કરવાનો છે. દાણચોરો કેન્યાથી ગ્રીટીંગ કાર્ડની નીચે પ્લાસ્ટિકના પેકેટમાં છુપાવીને આ હેરોઈન દેશમાં લાવ્યા હતા.
દિલ્હી કસ્ટમ (Delhi Custom) ની ટીમે કાર્ગો એક્સપોર્ટ (Cargo Export) ની મદદ દ્વારા હેરોઈનની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. જણાવી દઈએ કે, કસ્ટમ્સની ટીમે કેન્યાથી ગ્રિટીંગ્સના પાંચ પેકેટમાં મોકલવામાં આવેલ કરોડો રૂપિયાની કિંમતનું હાઈ ક્વોલિટી હેરોઈન જપ્ત કર્યું છે.
એરપોર્ટ પર જ આ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. દાણચોરો દ્વારા આ હેરોઈનને ગ્રીટીંગ કાર્ડની નીચે પ્લાસ્ટિકના પેકેટમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું, જેનું કુલ વજન અંદાજે 2.5 કિલો જેટલું છે.
આ બાબતે કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે, આ દિલ્હી કસ્ટમ (Delhi Custom)ને કાર્ગો દ્વારા ડ્રગ્સની દાણચોરીની બાતમી મળી હતી. મળેલી માહિતીના આધારે કાર્ગો ટીમે આવનારા પેકેટ્સને સ્કેન કર્યા, જેમાં તેમને કેન્યાના પાંચ પેકેટ મળ્યા. કાર્ડ બોર્ડના આ પેકેટોમાં લગ્નના ગ્રિટિંગ કાર્ડ ભરવામાં આવ્યા હતા.
શંકા જતા આ ગ્રિટિંગ કાર્ડ ખોલ્યા બાદ જાણવા મળ્યું કે તેની અંદર સફેદ પાવડર ભરેલા પ્લાસ્ટિકના પેકેટ છે. તપાસમાં તે હાઈ ક્વોલિટી હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા આ હાઈ ક્વોલિટી હેરોઈનની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
" isDesktop="true" id="1201931" >
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દિલ્લી એરપોર્ટ પર યુગાંડાથી શારજહાના રસ્તે દિલ્લી પહોંચેલી એક મહિલાના પેટમાંથી પણ ડ્રગ્સના 70 કેપ્સ્યૂલ જપ્ત કરવામાં આવ્યા હતા, આ ડ્રગ્સની કિંમત પણ 5 કરોડ 70 લાખ આસપાસની હોવાનુ કહેવામાં આવી રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર