Independence Day 2021: પીએમ મોદીની જાહેરાત-14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'

પીએમ મોદી (ફાઇલ તસવીર)

#PartitionHorrorsRemembranceDay: પીએમ મોદીએ કહ્યું કે આ દિવસ આપણને ભેદભાદવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે. તેનાથી સામાજિક સદભાવના અન માનવીય સંવેદના મજબૂત થશે.

  • Share this:
    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશભરમાં 14મી ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાની જાહેરાત કરી છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન કહ્યુ કે, તેનાથી ભેદભાદ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. દેશમાં 15 ઓગસ્ટ (15th August)ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) મનાવવામાં આવશે.

    પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, "દેશના ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલાવી ન શકાય. નફરત અને હિંસાને પગલે આપણા લાખો ભાઈઓ અને બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટના દિવસને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

    વધુ એક ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, "આ દિવસ આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવાની પ્રેરણા આપશે. સાથે જ તેનાથી એકતા, સામાજિક સદભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે."



    ઉલ્લેખનીય છે કે આશરે 200 વર્ષ પછી ઓગસ્ટ 1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા હતા. ત્યારે હિન્દુ બહુમતિવાળો વિસ્તાર ભારત અને પાકિસ્તાન બહુમતિવાળો વિસ્તાર પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા હતાં. જે બાદમાં સ્થળાંતર શરૂ થયું હતું. જેમાં લાખો મુસ્લિમો પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. તો હિન્દુ અને શીખો બીજી દિશામાં ગયા હતા. જોકે, અનેક લોકો એવા હતા જે પોતાની સફર ક્યારેય પૂરી કરી શક્યા ન હતા. આ દરમિયાન અનેક લોકો માર્યાં ગયા હતા.

    જૂનાગઢ ખાતે ઉજવાશે રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ

    75માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ નગરના પ્રત્યેક મુખ્ય રસ્તાઓ એકદમ સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર આવેલા સ્મારકો કે ઈમારતોને નવા રંગ-રોગાન કરવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

    આઝાદી પહેલા જ ભારતીય સંઘમાં વિલય થવા લાગ્યા હતા રજવાડાં

    આ વર્ષે ભારતની આઝાદી (India Independence)ને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષ (75th independence day) પૂર્ણ થવા પર દેશમાં અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ કુલ નાના મોટા 562 રજવાડાઓમાં (Princely States) વહેંચાયેલું હતું. આ પરિસ્થિતિમાં એકીકૃત ભારત બનવાની શક્યતાઓ ઓછી હતી. આઝાદી પહેલા જ દેશને એક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, 15 ઓગસ્ટ (15 August) પહેલા જ રજવાડાઓનો ભારતમાં વિલય શરૂ થઈ ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: