કેન્દ્ર સરકારની ચેતવણી, દેશમાં 145 જિલ્લા બની શકે છે કોરોનાના નવા હૉટસ્પોટ

કેન્દ્ર સરકારની ચેતવણી, દેશમાં 145 જિલ્લા બની શકે છે કોરોનાના નવા હૉટસ્પોટ
પ્રતિકાત્મક તસવીર

બિહાર, બંગાળ અને ઓડિશા સહિત 12 રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પરત ફરી રહ્યા છે, આ કારણે અહીં કોરોનાના ખતરો વધી ગયો છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં કુલ પોઝિટિવ દર્દી (Positive Cases)ઓની સંખ્યા 1 લાખ અને 73 હજારને પાર થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) 145 એવા નવા જિલ્લાની ઓળખ કરી છે, જે આગામી દિવસોમાં કોરોનાના નવા હૉટસ્પોટ (Corona Hotspot) બની શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં કડક પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

  પ્રવાસી મજૂરોએ ચિંતા વધારી  અંગ્રેજી વર્તમાનપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ ગુરુવારે અલગ અલગ રાજ્યના પ્રતિનિધિઓ સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું કે પૂર્વ ભારત કોરોનાનું નવું હૉટસ્પોટ બની શકે છે. રાજીવ ગોબાના જણાવ્યા પ્રમાણે, બિહાર, બંગાળ અને ઓડિશા સહિત 12 રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પરત ફરી રહ્યા છે, આ કારણે અહીં કોરોનાના ખતરો વધી ગયો છે. ગત થોડા દિવસોમાં આ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે ત્રિપુરા અને મણિપુરમાં પણ કોરોનાના સતત નવાં કેસ સામે આવી રહ્યા છે.

  આ પણ વાંચો : પ્રથમ વખત કોરોના એક્ટિવ કેસ વધવાને બદલે ઘટ્યાં, 24 કલાકમાં રેકૉર્ડ 11 હજાર દર્દી સાજા થયા

  મોટાભાગના દર્દીઓ હાલ મોટા શહેરમાં

  મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ એવા મોટા રાજ્ય છે જ્યાં દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 1 લાખ 65 હજારથી વધારે કેસ આ જ રાજ્યમાં છે. નોંધનીય છે કે 13મી મેના રોજ ભારતમાં કોરોનાના ફક્ત 74 હજાર દર્દી હતા. પરંતુ ફક્ત 17 દિવસમાં જ આ આંકડો 1 લાખ 73 હજારને પાર કરી ગયો છે.

   

  આ પણ વાંચો : શાહિદ અફ્રિદીનો દાવો- તાલિમ માટે પાકિસ્તાન આવ્યો હતો આ ભારતીય ક્રિકેટર

  નવા કેસમાં રેકૉર્ડ વધારો

  દેશમાં શનિવારે સવારે આઠ વાગ્યા સુધી એક દિવસમાં કોવિડ 19ના રેકોર્ડ 265 લોકોનાં મોત થયા છે, જ્યારે 7,964 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,971 થઈ ગઈ છે. કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1,73,763થી વધી ગઈ છે. ભારત કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશની યાદીમાં નવમા નંબર પર છે.
  First published:May 30, 2020, 13:41 pm

  टॉप स्टोरीज