Home /News /national-international /મધ્યપ્રદેશના રાયસેનમાં ગણેશ વિસર્જન દરમિયાન નજીવી બોલાચાલી બાદ અથડામણ, 144- લાગુ

મધ્યપ્રદેશના રાયસેનમાં ગણેશ વિસર્જન દરમિયાન નજીવી બોલાચાલી બાદ અથડામણ, 144- લાગુ

ઉદયપુરા શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ ફોર્સ અને એસટીએફની એક કંપનીને તહેનાત કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના રાયસન જિલ્લાના ઉદયપુરામાં શનિવારે સાંજે ગણેશ વિસર્જનના સરઘસમાં નજીવી બાબતને લઈને બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. તેના પગલે તણાવ સર્જાયો હતો.

    રાયસેનઃ મધ્યપ્રદેશના રાયસન જિલ્લાના ઉદયપુરામાં શનિવારે સાંજે ગણેશ વિસર્જનના સરઘસમાં નજીવી બાબતને લઈને બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. તેના પગલે તણાવ સર્જાયો હતો. સ્થિતિ વધુ ન વણસે તેની ધ્યાનમાં રાખીને ધારા-144 (Section-144 imposed) લગાવવામાં આવી છે. સામાન્ય બોલાચાલી પછી મારામારી થઈ હતી. તે પછીથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ ઘણી ગાડીઓને સળગાવી અને દુકાનોમાં પણ તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઉદયપુરામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. જોકે હાલ સ્થિતિ કાબુમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

    અથડામણમાં ઘણી દુકાનો અને વાહનોમાં તોડફોડ

    પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાજે ઉદયપુરામાં ગણેશ વિસર્જન સમારંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોઈ વાતને લઈને બે સમુદાયની વચ્ચે ઝધડો થયો હતો. તે પછીથી બંને પક્ષો સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન થયેલી અથડામણમાં ઘણી દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. જોકે સ્થિતિ નિયંત્રણની બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને હટાવ્યા હતા. તેનાથી લોકો વધુ ગુસ્સે ભરાયા હતા.

    બે ડઝનથી વધુ વાહનોમાં પણ તોડફોડ કરી

    તે પછીથી ઘટનાથી નારાજ એક પક્ષના લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરીને જોરદાર નારેબાજી કરી હતી. સ્થિતિને કાબુ કરવા માટે પોલીસ પ્રશાસને ધારા-144 લાગુ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ રાયસેન કલેક્ટર અરવિંદ દુબે અને પોલીસ અધિક્ષક વિકાસ શાહવાલ ઉદયપુર પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ બે ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી.

    આ  પણ વાંચોઃ શહેરમાં ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે અનોખી રીતે ગણેશ વિસર્જન; જુઓ વીડિયો

    એક મહિલા સહિત 6 લોકોની વિરુદ્ધ કેસ નોંધાયો

    સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ મામલે એક મહિલા સહિત 6 લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કાયદો વ્યવસ્થા માટે ઉદયપુરાની આસપાસના પાંચ પોલીસ સ્ટેશનોમાંથી પોલીસને ઘટના સ્થળે તહેનાત કરવામાં આવી છે. રવિવારે આઈજી દીપકા સૂરી, કલેક્ટર અરવિંદ દુબે અને એસપી વિકાસ શાહવાલે રવિવારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે ફલેગ માર્ચ કર્યું હતું. હાલ ઉદયપુરા શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ અને એસટીએફની એક કંપનીને તહેનાત કરવામાં આવી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ganesh, Ganesh Chaturthi, Ganesh Visarjan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन