જૂની પરંપરા નિભાવવા માટે આ આઈલેન્ડ પર 1428 ડોલ્ફિનને ક્રૂર રીતે મારી નાખી, દરિયાનો કિનારો લોહીથી થઇ ગયો લાલ

ની પરંપરા નિભાવવા માટે આ આઈલેન્ડ પર 1428 ડોલ્ફિનને ક્રૂર રીતે મારી નાખી (AP)

dolphins slaughtered- શિકારીઓ પહેલા ડોલ્ફિનના ટોળાને ઘેરીને બહાર લાવ્યા હતા અને પછી ચપ્પુ અને બીજા અણીદાર હથિયારથી મારવામાં આવી

 • Share this:
  કોપનહેગન : એક જૂની પરંપરા (Old Tradition)નિભાવવા માટે ડેનમાર્કના (Denmark )સ્વામિત્વ વાળા ફરો આઇલેન્ડ (Faeroe Islands)પર 1400થી વધારે ડોલ્ફિનને ક્રૂર રીતે મારી (dolphins slaughtered)નાખવામાં આવી છે. આ ઘટના પછી દુનિયાભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. એક એનિમલ એક્ટિવિસ્ટ ગ્રૂપે દરિયાના કિનારે મૃત પડેલી સેંકડો ડોલ્ફિનનો (dolphins)વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયાનું પાણી લોહીથી લાલ જોવા મળે છે અને રુવાંટા ઉભા થઇ જાય તેવું દ્રશ્ય છે. ડોલ્ફિનનો શિકાર આ દ્વિપ પર આયોજિત થનાર ‘ગ્રિંડ’નામના એક પારંપરિક હંટિગ ઇવેન્ટ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં લગભગ 1428 ડોલ્ફિનને મારવામાં આવી છે.

  ડોલ્ફિનને ક્રૂરતા રીતે મારવામાં આવી

  એનિમલ વેલફેયર ગ્રુપ શી શેફર્ડે 12 સપ્ટેમ્બરે ડોલ્ફિનના શિકારની તસવીર શેર કરી હતી. તેમણે લખ્યું કે શિકારીઓ પહેલા ડોલ્ફિનના ટોળાને ઘેરીને બહાર લાવ્યા હતા અને પછી ચપ્પુ અને બીજા અણીદાર હથિયારથી મારવામાં આવી હતી. ડોલ્ફિનમાંથી એટલું લોહી નીકળ્યું કે દરિયાનો કિનારો લાલ થઇ ગયો હતો.

  આ પણ વાંચો - Afghanistan Crisis: તાલિબાન સરકાર પર સંકટ! બરાદર અને હક્કાની વચ્ચે વધી રહ્યું છે ઘર્ષણ?

  શું છે ગ્રિંડ સમારોહ?

  ગ્રિંડ પરંપરાગત સમારોહ છે. તેને સેંકડો વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટને કાનૂની રૂપથી માન્યતા છે. આમાં શિકાર કરવામાં આવે છે. આ ઇવેન્ટ વર્ષે ગરમીઓની સિઝનમાં યોજાય છે. સમુદ્રમાં મળતા જળજીવોનો શિકાર કરવામાં આવે છે. શિકારની હત્યા પછી તેના માંસને આ શિકારી ખાય છે.

  રુવાંટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો

  એનિમલ વેલફેયર સમૂહનો દાવો છે કે ડોલ્ફિનની સંખ્યા એટલી વધારે છે કે તેના માંસનો બધો ઉપયોગ કરી શકાશે નહીં. આ દ્રશ્ય રુવાંટા ઉભા કરી દે તેવું છે. આપણે પરંપરાના નામે નિર્દોષ પ્રાણીઓના જીવ લેવાથી સુધરતા નથી. નિર્દોષ પ્રાણીઓને શિકારના નામ પર, બલિના નામ પર મારી દેવા કોઈ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. તેનો વિરોધ થવો જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: