ધો.8માં ભણતા મોહાલીના આ 14 વર્ષના બાળકે નોન-ફિક્શન પુસ્તક લખી સર્જ્યો રેકોર્ડ

ધો.8માં ભણતા મોહાલીના આ 14 વર્ષના બાળકે નોન-ફિક્શન પુસ્તક લખી સર્જ્યો રેકોર્ડ
કિશોરની તસવીર

આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને કેનેડામાં એમેઝોન પર સર્વશ્રેષ્ઠ વિક્રેતા રહ્યું છે.

 • Share this:
  મોહાલીમાં (mohali) ધોરણ 8માં અભ્યાસ કરતા પ્રભસિમરત ગિલ નામના વિદ્યાર્થીએ ‘એક્સપ્લોર ધ ન્યુ યુ’ નામનું નોન-ફિક્શન પુસ્તક લખીને વિશ્વ રેકોર્ડ (world record) સ્થાપિત કર્યો છે તથા એશિયા બુક ઓફ રેકોર્ડસમાં (Asia Book of Records) સ્થાન મેળવ્યું છે.

  ટ્રિબ્યુને એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, અગાઉ પ્રભસિમરતે ઓએમજી બુક ઓફ રેકોર્ડમાં પણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને કેનેડામાં એમેઝોન પર સર્વશ્રેષ્ઠ વિક્રેતા રહ્યું છે.  આ પુસ્તકમાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જીવનનો ઉદ્દેશ્ય, લક્ષ્ય, વિશ્વાસ અને આદતો અંગે જણાવવામાં આવ્યું છે. જે મૂલ્યવાન જીવન માટે આવશ્યક છે. પુસ્તકનો પ્રથમ ભાગ જીવનનો ઉદ્દેશ્ય જાણવા અંગે જણાવે છે. દ્વિતીય ભાગમાં દિશા નક્કી કરવા માટે લક્ષ્યને નક્કી કરવા અંગે જણાવ્યું છે. તથા ભય ઉપર કાબૂ મેળવવા માટે માનસિક રૂપે તૈયાર થવું જરૂરી છે. જે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે અને સફળતાના માર્ગને વધુ મોકળો કરે છે.

  આ પણ વાંચોઃ-

  પ્રભસિમરતે માનસિક સ્વાસ્થ્યના મહત્વને સમજતા લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો, તથા પોતાના વિચારોના માધ્યમથી લોકોને પ્રેરિત કરવા માટે પુસ્તક લખ્યું. પ્રભસિમરતે જણાવ્યું કે લોકોને પોતાની ક્ષમતાથી ઉપર અસાધારણ જીવન જીવવા અને પોતાના સપનાઓને પૂર્ણ કરવા માટે પ્રેરિત કરવા ઈચ્છું છુ. ઉલ્લેખનીય છે કે 14 વર્ષના આ બાળકે પુસ્તકનો પ્રથમ ડ્રાફ્ટ 15 દિવસમાં પૂર્ણ કર્યો હતો.

  આ પણ વાંચોઃ-

  પ્રભ સિમરતે પુસ્તક લખવાના સમયગાળાને અદભુત ગણાવતા કહ્યું કે, તે દરમ્યાન તેણે સાહસિક, મહત્વાકાંક્ષી, રચનાત્મકતા પ્રાપ્ત કરતા શીખ્યો.  પ્રભસિમરતના આ કાર્યથી તેમની શાળા ખૂબ જ ખુશ છે. આચાર્ય રમનજીત ઘુમને જણાવ્યું કે “એક લેખક રૂપે પ્રભસિમરતને જોઈને ખૂબ જ ખુશ છું અને ગૌરવ અનુભવું છું. ઓક્રીજમાં સ્કૂલના વર્ષો દરમ્યાન પાઠ્યક્રમ અને શિક્ષકોએ તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું. હું તેને શુભકામનાઓ આપુ છું.”
  Published by:ankit patel
  First published:February 08, 2021, 16:19 pm

  ટૉપ ન્યૂઝ