Home /News /national-international /

14 વર્ષના યુવકે પોતાની સગી બહેન પર કર્યો બળાત્કાર, ગર્ભવતી થતા ખૂલ્યું રહસ્ય

14 વર્ષના યુવકે પોતાની સગી બહેન પર કર્યો બળાત્કાર, ગર્ભવતી થતા ખૂલ્યું રહસ્ય

પોલીસે બહેનની ફરિયાદ પર સગા ભાઈ સામે પોક્સો એક્ટ (pocso act)અંતર્ગત કેસ નોધીને તપાસ શરૂ કરી (પ્રતિકાત્મક તસવીર)

rape in himachal pradesh - વિદ્યાર્થિની તબિયત ખરાબ થઇ તો તેની માતા તેને ડોક્ટર પાસે લઇ ગઈ હતી. તે સમયે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી

    ઉના : હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)ઉના જિલ્લામાં સંબંધોને કલંક લગાવતી ઘટના સામે આવી છે. અહીંના હરોલી સબ ડિવિઝનમાં (Haroli Sub-Division)સગા ભાઈએ પોતાની નાની બહેન સાથે દુષ્કર્મ (Rape)કર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. પોલીસે બહેનની ફરિયાદ પર સગા ભાઈ સામે પોક્સો એક્ટ (pocso act)અંતર્ગત કેસ નોધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે.

    પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હરોલી ડિવિઝનમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર તેનો 14 વર્ષીય મોટો ભાઈ મે થી જુલાઇ 2021 દરમિયાન દુષ્કર્મ કરતો હતો. બહેન ના પાડે તો ભાઈ મારપીટ કરતો હતો. આ ઘટનાનો ખુલાસો વિદ્યાર્થિની તબિયત બગડી ત્યારે થયો હતો. વિદ્યાર્થિની તબિયત ખરાબ થઇ તો તેની માતા તેને ડોક્ટર પાસે લઇ ગઈ હતી. તે સમયે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી. જે પછી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. ડીએસપી અનિલ પટિયાલે જણાવ્યું કે પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થિનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો - અનોખું ગામ, કરોડપતિઓ પણ રહે છે કાચા મકાનમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

    હિમાચલ પ્રદેશમાં સંબંધાને કલંક લગાવનારો કેસ આવ્યો હોય તેવી પ્રથમ ઘટના નથી. ગત વર્ષે પિતરાઇ ભાઈ પર બહેને રેપનો આરોપ લગાવ્યો હતો. કાર શીખવાડવાના બહાને પીડિતાને લઇ ગયો હતો અને બળાત્કાર કર્યો હતો. પિતરાઇ ભાઈએ બળજબરીથી બળાત્કાર કર્યો હતો અને કોઇને બતાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    સરત: 14 વર્ષની દીકરી પર પિતાનું દુષ્કર્મ

    સુરતમાં (Surat) થોડા દિવસો પહેલા માનદરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી (father raped teenage girl in Surat) પર તેના જ પિતાએ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાન પિતા વિરૂધ્ધ સલાબતપુરા પોલીસે માત્ર 7 દિવસમાં 76 પેજની ચાર્જશીટ (chargesheet) રજૂ કરી હતી. સગી પુત્રી સાથે દુષ્કર્મ કરનાર પિતાએ મેડીકલ ચેકઅપ વખતે પોતાની ભૂલ કબૂલી લીધી હતી. તે દરમિયાન પસ્તાવો થતા બોલ્યો હતો કે, રાત્રે મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ છે. પિતાએ જેની સામે ભૂલ કબૂલી હતી તે ડોક્ટરનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડોદ ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળાના અપહરણ, દુષ્કર્મ, હત્યાના કેસમાં પોલીસે રેકોર્ડ બ્રેક 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन