પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુ નહી પરંતુ મેડિકલ કચરો: કોલકાતા પોલીસ

 • Share this:
  કોલકાતામાં આવેલા હરીદેવ વિસ્તારમાંથી એકસાથે 14 નવજાત બાળકોના મૃતદેહ મળી આવ્યાના સમાચાર આવતા હડકંપ મચી ગયો હતો. કોલકાતામાં આવેલા હરીદેવ વિસ્તારમાં પડેલા એક ખાલી પ્લોટમાં ખોદકામ દરમિયાન એક પ્લાસ્ટિકની થેલીમાંથી 14 નવજાત બાળકોના મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર મળતા કોલકાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

  જોકે, પોલીસે તપાસ બાદ કહ્યું છે કે, થેલીમાં માત્ર તબીબી કચરો છે, જેમાં કોઈ જ નવજાત શિશુ નથી.  આમ પોલીસ તપાસમાં પ્લાસ્ટિકની થેલીમાં  નવજાત શિશુઓની વાત ખોટી નિકળી હતી. પોલીસે આ બાબતે નજીકમાં આવેલી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી દીધી હતી. તે ઉપરાંત મળેલ પ્લાસ્ટિકની થેલીની પણ તપાસ કરવામાં આવી હતી.

  આમ પોલીસ તપાસમાં અંતે પ્લાસ્ટિકની બેગમાં માત્ર તબીબી કચરો હોવાનું સામે આવ્યું હતું.
  Published by:Mujahid Tunvar
  First published: