14 મહિનાની બાળકી જિંદગીની જંગ જીતી, 16 કરોડની ‘Lottery’એ માસૂમને આપ્યું નવજીવન

ફાતિમા સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાઈ રહી હતી, જેમાં તંત્રિકા કોશિકાને નુકસાન થાય છે. જે મસ્તિષ્કથી માંસપેશીઓ સુધી ઈલેક્ટ્રિકલ સિગ્નલનું વહન કરે છે. (Photo: PTI)

માસૂમ બાળકી ફાતિમાને ખૂબ જ ખર્ચાળ ઝોલગેન્સ્મા થેરાપી આપવાથી નવજીવન મળ્યું, જાણો કેવી રીતે લાગી ‘લોટરી’

  • Share this:
    બેંગલુરુ. 14 માસની ફાતિમા (Fatima Basil)એ એક ભયંકર બીમારીનો સામનો કરવો પડ્યો, પરંતુ 16 કરોડની લોટરી (16 Crore Lottery) જીત્યા બાદ તેને હોસ્પિટલ (Hospital)માં સારવાર મળતા નવજીવન પ્રાપ્ત થયું છે. કર્ણાટક (Karnataka)ના તટીય વિસ્તારમાં ભાટકલ શહેરના મોહમ્મદ બાસિલ (Mohammed Basil) અને ખાદીજા (Khadija Basil)ની પુત્રી ફાતિમાએ બેંગ્લોર (Bangalore)ની બાપટિસ્ટ હોસ્પિટલ (Baptist Hospital)માં ઝોલગેન્સ્મા (Zolgensma)ની થેરાપી લીધા બાદ તેનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે.

    હોસ્પિટલના ડાયરેક્ટર થોમસે કહ્યું છે કે આ દવાનો ખર્ચ 2.1 મિલિયન યુ.એસ ડોલર છે. જે લગભગ 16 કરોડ છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર ફાતીમાની પસંદગી નોવારટીસ (Novartis) નામની ડ્રગ કંપની દ્વારા હાથ ધરવામાં આવતા "a lucky winner of a lottery" કાર્યક્રમ હેઠળ થઈ હતી. ફાતીમાની સારવાર માટે નોવારટીસ કંપનીની આ પહેલ ખૂબ જ આશીર્વાદરુપ પુરવાર થઈ છે.

    આ પણ વાંચો, 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

    તેના પિતા બાસિલે જણાવ્યું છે કે તે પોતાના પગનું હલનચલન કરી શકે છે. પરંતુ તેને સામાન્ય બાળકની જેમ થતા થોડો સમય લાગશે. ફાતિમા સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાઈ રહી હતી, જેમાં તંત્રિકા કોશિકાને નુકસાન થાય છે. જે મસ્તિષ્કથી માંસપેશીઓ સુધી ઈલેક્ટ્રિકલ સિગ્નલનું વહન કરે છે.
    થોમસ અનુસાર સિગ્નલિંગ માટે આવશ્યક પ્રોટીનને એક જીન દ્વારા કોડિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે બાળકમાં આ પ્રકારની બીમારી ત્યારે વિકસિત થાય છે, જ્યારે બંને કોપી દોષપૂર્ણ હોય, ઈલાજ વગર આ બીમારી ઘાતક નીવડી શકે છે. પરંતુ સમસ્યા છે કે આ ઉપચાર દરેક વ્યક્તિ નથી કરાવી શકતો.

    આ પણ વાંચો, રેસ્ટોરામાં જમવા ગયા પતિ-પત્ની, વેઈટરને આપી 2000 ડૉલરની Tip, કારણ જાણી ચોંકી જશો

    માત્ર કરોડપતિ લોકો જ આ ઉપચાર કરાવી શકે છે! ઝોલગેન્સ્માની જીન થેરાપી ઉપચારક છે, જેનો ઉદ્ધેશ જીનને બદલીને તે બીમારીનો ઈલાજ કરે છે. થોમસે જણાવ્યું છે કે કર્ણાટકમાં પ્રથમ વાર બેંગ્લોરની બાપટિસ્ટ હોસ્પિટલમાં ઝોલગેન્સ્મા થેરાપી આપવામાં આવી છે. બાળરોગ વિશેષજ્ઞ ડો. મેથ્યૂએ જણાવ્યું કે “21મી સદીના 21માં વર્ષના 21માં દિવસે ઈંજેક્શન આપવામાં આવ્યું. જે આ દુર્લભ બીમારીનો ઈલાજ છે.”

    ડોકટરે જણાવ્યું કે હાલના સમયમાં બાપટિસ્ટ હોસ્પિટલમાં અંદાજિત 200 બાળકો ઈલાજ કરાવી રહ્યા છે, જે આનુવંશિક બીમારીથી પીડિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે 38 બાળકોએ હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યું હતું, જેઓ મોંઘા ઈલાજને કારણે મૃત્યુ પામ્યા હતા. ફાતિમાના કેસ મામલે થોમસે જણાવ્યું કે આ ક્ષેત્રે ડોકટરોનું સપનું સાકાર થયું છે. તેમને આશા છે કે અધિક બાળકો આ પ્રકારની બીમારીના ઉપચાર પ્રાપ્ત કરશે, તથા ભવિષ્યમાં આ પ્રકારના ઉપચાર સસ્તા થશે.
    Published by:Mrunal Bhojak
    First published: