આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 14 લોકોનાં મોત, 31 ઘાયલ

News18 Gujarati
Updated: February 13, 2020, 7:28 AM IST
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 14 લોકોનાં મોત, 31 ઘાયલ
ડ્રાઇવર ટ્રકનું પંચર કરાવી રહ્યો હતો ત્યારે પાછળથી બસે જોરદાર ટક્કર મારતાં બસનો આગળનો આગ ઊડી ગયો

ડ્રાઇવર ટ્રકનું પંચર કરાવી રહ્યો હતો ત્યારે પાછળથી બસે જોરદાર ટક્કર મારતાં બસનો આગળનો આગ ઊડી ગયો

  • Share this:
ફિરોજાબાદ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફિરોજાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે (Agra Lucknow Express Way) પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક સ્લીપર બસ બુધવાર મોડી રાત્રે ટ્રક સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટના (Accident)માં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સૈફઈ મેડિકલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ફિરોજાબાદ ઈટાવાની બોર્ડર પાસે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી.

એસએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ 40-45 મુસાફરો સવાર હતા. દુર્ઘટના એ સમયે ગઈ જ્યારે લખનઉ એક્સપ્રેસ વે પર ડ્રાઇવર ટ્રકનું પંચર કરાવી રહ્યો હતો, ત્યારે પાછળથી બસે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો હિસ્સો બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

સૈફઈ હૉસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના મેડિકલ ઑફિસર ડૉ. વિશ્વ દિપકે જણાવ્યું કે, દુર્ઘટના બાદ ઓછામાં ઓછા 31 ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 લોકોને મૃત અવસ્થામાં હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા.દિલ્હીથી બિહાર જઈ રહી હતી બસ

મળતી જાણકારી મુજબ, મુસાફરોથી ભરેલી આ બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી. બસ જ્યારે ભદાન ગામની પાસે પહોંચી તો ડ્રાઇવરનું અચાનક સંતુલન બગડી ગયું અને હાઈવે પર ઊભેલી ટ્રક સાથે બસ ટકરાઈ ગઈ. ત્યારબાદ મુસાફરોમાં ચીસો અને બૂમો સંભળાવવા લાગી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું.

ટ્રકનું પંચર ઠીક કરાવી રહ્યો હતો ડ્રાઇવર

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયું. મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. દુર્ઘટનાગ્રસ્ત બસને જેસીબીથી હટાવવામાં આવી. ઘાયલોના પરિજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો, ચીને સળગાવી દીધા કોરોનાવાયરસના 10,000 દર્દીઓના શબ? સેટેલાઇટ ઇમેજથી આશંકાને મળ્યું બળ
First published: February 13, 2020, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading