Home /News /national-international /AMUના 14 વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાયો, દેશ વિરોધી નારા લગાવ્યાનો આક્ષેપ

AMUના 14 વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાયો, દેશ વિરોધી નારા લગાવ્યાનો આક્ષેપ

AMU ફાઇલ તસવીર

મંગળવારે સાંજે AMUના 14 છાત્રોને રિપબ્લિક ટીવી ચેનલના ખબરપત્રી સાથે ઝઘડો કર્યો હતો તેમજ એક બીજેપી નેતા સાથે મારપીટ કરી હતી.

નવી દિલ્હી : "પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ"ના નારા લગાવવા બદલ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)ના 17 વિદ્યાર્થીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો છે. મંગળવારે સાંજે AMUના 14 છાત્રોને રિપબ્લિક ટીવી ચેનલના ખબરપત્રી સાથે ઝઘડો કર્યો હતો તેમજ એક બીજેપી નેતા સાથે મારપીટ કરી હતી.

આ મામલે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ મુકેશ લોધી અને રિપબ્લિક ટીવીના ખબરપત્રી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી.

પોતાની ફરિયાદમાં મુકેશ લોધીએ આરોપ લગાવ્યો હતો કે તેના પર AMUના વિદ્યાર્થીઓએ હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થીઓ "પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ"ના નારા લગાવી રહ્યા હતા.

લોધીએ વધુમાં જણાવ્યું કે, "AMU ખાતે હિન્દુ અને મુસ્લિમ છાત્રો વચ્ચે બબાલ થઈ હતી. આ વિદ્યાર્થીઓ દ્વારા મારી કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજેપીની સરકાર આવ્યા બાદ હિન્દુઓનો દબાયેલી અવાજ ખુલ્યો છે અને તેમને બોલવાની આઝાદી મળી છે."

અલીગઢના એસએસપી આકાશ કુલ્હારીએ જણાવ્યું કે, "એક નાગરિકની ફરિયાદ બાદ રાષ્ટ્રદ્રોહની ફરિયાદ લેવામાં આવી છે. જો તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો સાબિત નહીં થાય તો રાષ્ટ્રદ્રોહની કલમ પડતી મૂકવામાં આવશે."

બીજી તરફ AMUના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા શરજીલ ઉસ્માનીએ બીજેપી નેતા અને ટીવીના ખબરપત્રી સામે ઉશ્કેરણી અને યુનિવર્સિટીના કેમ્પસનું વાતાવરણી ડહોળવાનની ફરિયાદ આપી છે.

આ પણ વાંચો : મિની પાકિસ્તાન છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી: હિંદુ મહાસભા

ઉસ્માનીએ જણાવ્યું હતું કે, "ટીવી ચેનલનો ખબરપત્રી યુનિવર્સિટી ખાતે આવ્યો હતો. અમે તેને શૂટિંગની મંજૂરી છે કે નહીં તેવું પૂછ્યું હતું. જવાબમાં તેણે કહ્યું હતું કે અમે આતંકીઓ પાસેથી મંજૂરી નથી લેતા. આ વાત બાદ અહીં પરિસ્થિતિ વણસી હતી."

હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાના લોધીના આક્ષેપ અંગે ઉસ્માનીએ જણાવ્યું હતું કે, "આ ઘડી કાઢવામાં આવેલી વાર્તા છે. AMUમાં હિન્દુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ક્યારેય ઝઘડા નથી થતાં. આ લોકસભાની ચૂંટણીની તૈયારી છે."
First published:

Tags: Aligarh Muslim University, AMU, Sedition, TV, ભાજપ, રિપોર્ટર