દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1332 નવા કેસ, 27 લોકોના થયા મોત
ડોક્ટરોના કહેવા મુજબ એક વ્યક્તિના લોહીથી વધુમાં વધુ 800 મિલિમીટર પ્લાઝ્મા લઇ શકાય છે. ત્યાં જ કોરોનાના દર્દીના શરીરમાં એન્ટીબોડીજ નાખવા માટે 200 મીલિમીટર પ્લાઝ્મા ચડાવે છે. ડોક્ટરો મુજબ આ સારવારમાં પ્લાઝ્મા ટેકનોલોજી અન્ય દેશોમાં પણ સફળ સાબિત થઇ ચૂકી છે. આ ટેકનોલોજીમાં જે ત્રણ સપ્તાહ પહેલા ઠીક થઇ ચૂક્યો હોય તે વ્યક્તિનું લોહી લેવામાં આવે છે.
24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1334 કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમમાં અત્યાર સુધી 507 મોત થઈ ચૂકી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને રોકવા માટે ત્રણ મે સુધી લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) અને અન્ય સરકારી વિભાગ દેશમાં કોરોના વાયરસ (Covid-19)ના વધતા કેસો ઉપર નજર રાખી રહ્યા છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહમંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન સંગઠન (ICMR)એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રાલયે કહ્યું કે દેશમામં લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે. સ્થિતિની સમીક્ષા પછી છૂટ સંબંધી પગલાં ઉઠાવવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયએ જાણકારી આપી હતી. 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસોમાં કોરોના વાયરસનું સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી.
We have done 3,86,791 tests so far. Yesterday 37,173 tests were done, out of these 29,287 tests were done in labs of ICMR network. 7,886 tested in private sector labs: Dr Raman R Ganga-khedkar, ICMR #Coronaviruspic.twitter.com/5qM9u03s1r
સ્વાસ્ત્ય મંત્રાલયે જ્વોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જાણકારી આપી હતી કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણથી 15,712 મામલા સામે આવ્યા છે. 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1334 કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમમાં અત્યાર સુધી 507 મોત થઈ ચૂકી છે.
2231 દર્દીઓ સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે 20 એપ્રિલથી દેશમાં કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં ઢીલ આપવામાં આવશે નહીં. લોકડાઉન દરમિયાન કડકાઈ વર્તવામાં આવશે. વેક્સીન અને ડ્રગ્સનું ટેસ્ટિંગ સંબંધી હાઈલેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
There are 755 dedicated hospitals and 1389 dedicated health care centers in the country, this takes the total dedicated facilities - where severe or critical patients can be treated - to 2144: Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry #Coronaviruspic.twitter.com/Dcd0qw54RZ
આઈસીએમઆર તરફથી આપવામાં આવતી જાણકારી પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણથી 3,86,791ની તપાસ કરવામાં આવી છે. શનિવારે 37,173 તપાસ કરવામાં આવી હતી. જેમાં 29.287 તપાસ આઈસીએમઆરની બેલમાં કરવામાં આવી છે. 7886 તપાસ પ્રાઈવેટ લેબમાં કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમિત છે આ વિસ્તારમાં અત્યાર 755 હોસ્પિટલ બનાવી છે. આ ઉપરાંત 1389 સ્વાસ્થ્ય કેન્દ્ર પણ બનાવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર