સલાલા બંદરે લુબાન વાવાઝોડાથી ગુજરાતના 130 ક્રુ મેમ્બર્સને હેમખેમ બચાવાયા

વિજયભાઇ રૂપાણીએ ભારતીય નૌસેનાની દરમ્યાનગીરીથી રોયલ નેવી ઓફ ઓમાનને આવા ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને ફરજીયાત પણે સલામત સ્થળે ખસેડવા સુચવ્યું હતું

News18 Gujarati
Updated: October 12, 2018, 7:06 PM IST
સલાલા બંદરે લુબાન વાવાઝોડાથી ગુજરાતના 130 ક્રુ મેમ્બર્સને હેમખેમ બચાવાયા
વિજયભાઇ રૂપાણીએ ભારતીય નૌસેનાની દરમ્યાનગીરીથી રોયલ નેવી ઓફ ઓમાનને આવા ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને ફરજીયાત પણે સલામત સ્થળે ખસેડવા સુચવ્યું હતું
News18 Gujarati
Updated: October 12, 2018, 7:06 PM IST
મુખ્યમંત્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને ભારત સરકારના સહયોગ અને રોયલ નેવી ઓફ ઓમાનના સફળ પ્રયાસોથી લુબાન વાવાઝોડાથી ઓમાનમાં રહેલા ૧૩૦ જેટલા ગુજરાતી ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ) હેમખેમ બચાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમયસર ખલાસીઓને બચાવવા માટે મદદ માંગી હતી, જેને પગલે ભારત સરકારના ત્વરિત સહયોગથી તાજેતરમાં ઓમાનના સલાલા બંદરે લુબાન વાવાઝોડાથી ગુજરાતના બહુધા ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને સહિસલામત સુરક્ષિત સ્થાને પહોચાડવામાં સફળતા મળી છે.

ગત બુધવારે અરબી સમુદ્રમાં ઉઠેલું આ લુબાન ચક્રાવાત ઓમાનના સલાલા બંદર પર ત્રાટકવાને પરિણામે આ પોર્ટ બંધ થવાનો સંદેશો મળતાં જ ત્યાં રહેલી ૮ થી ૧૦ મત્સ્ય બોટના ૧૩૦ ભારતીયો સહિત ગુજરાતી ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને માછીમારોને સલામત સ્થળે ખસેડવા મુખ્યમંત્રીએ ભારત સરકાર, ઇન્ડીયન નેવી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે પરામર્શ કર્યો હતો.

આના પરિણામે મોટા ભાગના ગુજરાતી ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)નો સંપર્ક સાધીને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મેરીટાઇમ બોર્ડ મુંબઇ અને માંડવીના સ્થાનિક સંપર્કો દ્વારા હાથ ધરી હતી.

આમ છતાં કેટલાક ગુજરાતી ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)એ સલાલા બંદર છોડવાની અનિચ્છા દર્શાવતાં તેમના જીવ પર કોઇ જોખમ ન થાય કે જાનહાનિનો ભોગ બનવું ન પડે તે માટે વિજયભાઇ રૂપાણીએ ભારતીય નૌસેનાની દરમ્યાનગીરીથી રોયલ નેવી ઓફ ઓમાનને આવા ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને ફરજીયાત પણે સલામત સ્થળે ખસેડવા સુચવ્યું હતું.

તદઅનુસાર રોયલ નેવી ઓફ ઓમાને આ ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.
Loading...

આમ, મુખ્યમંત્રીએ સંવેદનાપૂર્ણ દીર્ઘદ્રષ્ટિ તેમજ ભારત સરકારની સમયસરની દરમ્યાનગીરી અને રોયલ નેવી ઓફ ઓમાનના સક્રિય સહયોગને પરિણામે ગુજરાતના મોટા ભાગના ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ના જાન બચી ગયા છે અને લુબાન ચક્રાવતની અસરથી તેઓ હેમખેમ સલામત સ્થળે પહોચી શકયા છે. અન્ય ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને પણ સલામત સ્થળે પહોચાડવામાં આવી રહ્યા છે.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...